ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના નગરજનોને બાકી વેરો પાલિકામાં જમા કરાવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ


SHARE











મોરબીના નગરજનોને બાકી વેરો પાલિકામાં જમા કરાવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ

મોરબી પાલિકાની તિજોરી હાલમાં તળિયા જાટ્ક થઈ ગયેલ છે ત્યારે કર્મચારીઓના પગાર માટે પણ પૈસા નહીં રહ્યા જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયામિલકત ધારકોને તેના ટેક્સના બાકી રૂપિયા પાલિકામાં ભરવા માટે અપીલ કરેલ છે અને આગામી ૧૦ માહિનામાં કરોડો રૂપિયાના કામ મોરબીના જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવશે તેવી ખાતરી આપેલ છે

મોરબી પાલિકામાં હાલમાં જુદી જુદી સમસ્યાઓ જુદાજુદા વિસ્તારમાંથી આવે છે ત્યારે લોકોની ગટર, કચરા કલેક્શન, પાણી, લાઈટની સમસ્યાના ઉકેલ માટે પાલિકાના જવાબદાર વિભાગના ચાર કર્મચારીઓના મોબાઈલ નંબરોને પાલિકાના વહીવટદાર દ્વારા હેલ્પ લાઇન નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે અને પાલિકામાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વહીવટીદાર એન.કે. મુછારે અને ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી જેમાં ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ કહ્યું હતું કે, ગટરમાં અમુક લોકો કચરો નાખતા હોય છે જેના લીધે ગટરના પ્રશ્ન જુદાજુદા વિસ્તારમાં સામે આવે છે તેવું જણાવ્યુ હતું તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મોરબી પાલિકામાં સ્વભંડોળ છે જ નહીં અને હાલમાં ૭ લાખના ભંડોળ સામે ૬૦ લાખનો પગાર આપવાનો છે તેમજ લાઈટ-પાણીના બિલ આપવાના છે જેથી મિલકત ધારકો દ્વારા તેના બાકી વેરા ભરવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેમણે કહ્યું હતું કે આગામી ૧૦ માં માહિનામાં સરકારની જુદીજુદી ગ્રાંટમાંથી કરોડો રૂપિયાના કામ મોરબીના જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવશે તેના માટેના પ્લાન એસટીમેટમ પણ બનાવવામાં આવી રહ્યા છે 






Latest News