ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં ધારાસભ્યની આરોગ્યમંત્રીને ભલામણ


SHARE











વાંકાનેરના પંચાસિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં ધારાસભ્યની આરોગ્યમંત્રીને ભલામણ

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને વાંકાનેરના ધારાસભ્ય દ્વારા આરોગ્ય મંત્રીને આ બાબતે લેખિત ભલામણ કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરશિયા દ્વારા પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા માટે થઈને હાલમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રજૂઆત કરવામાં આવી હતી જેથી વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને લેખિત ભલામણ કરતો પત્ર લખેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૧ ની વસ્તીને ધ્યાનમાં રાખીને અગાઉ જ્યારે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પંચાસિયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું ન હતું જોકે, હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને પંચાસીયા ગામ અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્યની સુખાકારી માટે પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તે પ્રકારની ભલામણ હાલમાં વાંકાનેરના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ છે ત્યારે વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરશિયાએ જણાવ્યું હતું કે, પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થઈ જાય તો પંચાસીયા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકોને આરોગ્યની સુખાકારી માટે વાંકાનેર સુધીના ધક્કા થશે નહીં જેથી વહેલી તકે આરોગ્ય કેન્દ્ર મંજુર થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News