ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની તિજોરી ભાજપના શાસકોએ તળિયા જાટ્ક કરી અને ભાજપના ધારાસભ્ય લોકો પાસે સહકાર માંગે !: કોંગ્રેસ


SHARE











મોરબી પાલિકાની તિજોરી ભાજપના શાસકોએ તળિયા જાટ્ક કરી અને ભાજપના ધારાસભ્ય લોકો પાસે સહકાર માંગે !: કોંગ્રેસ

મોરબીના ધારાસભ્યને શરમ આવી જોઈએ કેમ કેનગરપાલિકાનુ સ્વભંડોળ ભાજપ પક્ષના ચૂંટાયેલ સદસ્યોએ વાપરી નાખ્યું છે અને હવે સહકાર પ્રજા પાસે માંગે છે તેવું મોરબી જિલ્લા કોગ્રેસના આગેવાનોએ જણાવ્યુ છે

મોરબી શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ ભાજપ શાસિત નગરપાલિકાએ જતા જતા પાલિકાની તેજોરી ખાલીખમ કરી નાખી છે તે વાત  મોરબીના ધારાસભ્યો જાહેરમાં કહે છે અને મોરબી શહેરને નર્કાગાર બનાવનાર નગરપાલિકા પ્રજાને સુવિધાના આપવી પડે તે માટે નત નવા ગતકડાં બનાવે છે હાલમાં પાલિકા પાસે પગાર ચૂકવા પેસા નથી તો ગેરકાયદેસર રીતે ભાજપના શાસનમાં ભરાયેલ ભાજપ વિચારઘારા રોજમદાર કર્મચારીને છૂટા કરવામાં આવે અને નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ કે.કે. પરમારે  ગેરકાયદેસર રીતે કલમ ૪૫ (ડી) મુજબ કરેલ ખર્ચને તેમની પાસેથી વસુલાત  કરી પાલિકામાં પેસા જમાં કરાવવાનું કામ પહેલા કરવાની જરૂર છે તેવું કોંગ્રેસનાં આગેવાનો કહી રહ્યા છે

આમ મોરબીની પ્રજા તો નિયમિત વેરાની રકમ ભરે છે પણ ભાજપ પક્ષની પાલિકા બની ત્યારથી પ્રજાના ટેક્ષના રૂપિયા પણ પગ કરી ગયા છે મોરબીના ધારાસભ્યને જરા પણ શરમ કે નૈતિકતા હોય તો પોતે જાહેરમાં બોલેલ કે  નગરપાલિકામાં કરેલ ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે તેવી વાતો જગજાહેર કરેલ છે ત્યારે હાલ પાલિકાની તિજોરી જે ખાલી છે તે ભ્રષ્ટાચારીઓ પાસેથી વસુલ કરી ભરસો ખરા ? મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં આવે અને પાલિકામાં ભાજપના શાસનમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરાવો તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી તેમજ મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઈ રબારીએ જણાવ્યુ છે






Latest News