વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના ૨૦ તોલાના દાગીના પતિ સહિતના સાસરિયાં ઓળવી ગયા: છેતરપિંડીની ફરિયાદ


SHARE











મોરબીમાં પરિણીતાના ૨૦ તોલાના દાગીના પતિ સહિતના સાસરિયાં ઓળવી ગયા: છેતરપિંડીની ફરિયાદ

મોરબીમાં કુબેરનગર-૩ પાસે આવેલ ભગવતી કૃપામાં રહેતી પરણીતાના કરિયાવરમાં આપેલા ૨૦ તોલાના દાગીના તેણે વારંવાર માંગવા છતાં પરત ન આપી તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં પરિણીતાએ તેના પતિ સહિત પાંચ વ્યક્તિઓની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં મોરબીમાં રવાપર લીલાપર કેનાલ પાસે આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટની સામે સરદાર પટેલ સોસાયટીમાં માવતરના ઘરે રહેતા મીનાબેન અલ્પેશભાઈ દેત્રોજા જાતે પટેલ (૩૦)એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અલ્પેશભાઈ કેશવજીભાઈ દેત્રોજા, સસરા કેશવજીભાઈ ધરમશીભાઈ દેત્રોજા, સાસુ કંચનબેન કેશવજીભાઈ દેત્રોજા, જેઠ નિલેશભાઈ કેશવજીભાઈ દેત્રોજા અને નણંદ સંગીતાબેન કેશવજીભાઈ દેત્રોજાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને ફરિયાદી મહિલાએ કરિયાવરમાં તેને આપવામાં આવેલ ઘરેણાંની અવારનવાર માંગણી કરી હતી તેમ છતાં પણ કરિયાવરના ૨૦ તોલાના દાગીના તેને નહીં આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૪૯૮ (એ), ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News