વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીની સાથે વાત કરતી મહિલાને ગાળો આપીને ધોકા વડે એક શખ્સે માર માર્યો


SHARE











મોરબીમાં પત્નીની સાથે વાત કરતી મહિલાને ગાળો આપીને ધોકા વડે એક શખ્સે માર માર્યો

મોરબીમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં રહેતી મહિલા પોતાના ઘર તરફ જતી હતી ત્યારે તેને એક મહિલાએ ઊભી રાખી હતી જેથી કરીને તે મહિલા તેની સાથે વાત કરી રહી હતી ત્યારે જે મહિલાએ ફરિયાદી મહિલાને ઊભી રાખી હતી તેના પતિએ ત્યાં આવીને બોલાચલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં ગાળો આપી હતી ત્યારે ગાળો દેવાની ના પાડતા તેણે પોતાના ઘરમાંથી લાકડાનો ધોકો લાવીને તે ધોકા વડે મહિલાને માર માર્યો હતો અને માથામાં ઇજા કરી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવી હતી ત્યાર બાદ મહિલાએ હાલમાં તેને માર મારનારા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં ઉમિયાનગરમાં રહેતા અનિતાબેન જેસીંગભાઇ સોલંકી (૪૨) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લલિતભાઈ રાઠોડ રહે ઉમિયાનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ સવારે પોણા દસ વાગ્યાના અરસામાં સીરામીક સીટીથી ચાલીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે આરોપીના પત્ની રવિનાબેને તેના ઊભા રાખ્યા હતા જેથી તે ઊભા રહીને તેની સાથે વાતચીત કરતા હતા દરમિયાન આરોપીએ ત્યાં આવીને બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા આરોપી તેના ઘરમાંથી લાકડાનો ધોકો લાવ્યો હતો અને ફરિયાદીને ડાબા હાથે, બંને પગે અને માથાના ભાગે ધોકા વડે માર માર્યો હતો જેથી માથામાંથી લોહી નીકળવા લાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લલીતભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News