વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ટેક્સ ચોરી-સરકાર સાથે કરોડોની છેતરપિંડીના ગુનામાં રફીકભાઇ માંડવીયાની ધરપકડ


SHARE











મોરબીમાં ટેક્સ ચોરી-સરકાર સાથે કરોડોની છેતરપિંડીના ગુનામાં રફીકભાઇ માંડવીયાની ધરપકડ

મોરબીમાં આવેલ જુદીજુદી બે પેઢીના સંચાલકો દ્વારા કરોડો રૂપિયાનો વેપારી કરીને સરકારમાં જમા કરવાના થતો ૧૮ ટકા ટેક્સ જમા કરાવેલ નથી અને આટલું જ નહીં પરંતુ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરીને તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરી છે તેવી ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે હત્યાના ગુનામાં અગાઉ પકડાયેલા અને હાલમાં ભુજની પાલરા જેલમાં રાખવામા આવેલા આરોપીનો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો લઈને ધરપકડ કરેલ છે અને તેના ભાઈની પણ આગોતરા જામીન માટેની અરજીને રદ્દ કરવામાં આવેલ છે જેથી કરીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા લાલબાગ સરકારી કર્વાટર્સમાં રહેતા સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા સ્મિત જયેન્દ્રકુમાર પટેલ (30)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીમાં નાગર પ્લોટમાં આવેલ જય શોપીંગમાં મે. વિશાલ એંટરપ્રાઈસના માલિક રફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી અને મોરબીના જય કોમ્પલેક્ષ અનિકેત કોર્પોરેશનના માલિક ગફારભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી વાળા સામે ટેક્સની ચોરી સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાના મે. વિશાલ એંટરપ્રાઈસ નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭, ૨૦૦૭/૦૮નું કુલ રુપિયા ૧,૦૬,૪૮,૦૩૩ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ નથી તેવી જ રીતે આરોપી ગફારભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાની અનિકેત કોર્પોરેશન પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭, ૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૭૭,૮૭,૯૦૦ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમાં જમા કારાવેલ નથી અને આ બન્ને આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરીને સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી છે જેથી પોલીસે આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ તથા ગુજરાત મુલ્યવર્ધિત વેરા કાયદા હેઠ્ળ કલમ ૮૫(સી), (ઈ) અને (જી) મુજબ ગુનો નોંધીને આગળને કાર્યવાહી કરેલ હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે ભુજની પાલરા જેલમાંથી મે. વિશાલ એંટરપ્રાઈસના માલિક રફીકભાઇ રજાકભાઇ માંડવીયા જાતે મેમણ (૫૮) રહે. કુબેરનાથ રોડ બારશાખ રાજપૂત શેરી મોરબી વાળાનો કબજો લઈને આરોપીની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અનિકેત કોર્પોરેશનના માલિક ગફારભાઇ રજાકભાઇ માંડવીયાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જે રદ્દ થયેલ છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે પણ તજવીજ શરૂ કરી છે.






Latest News