વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગર સાથે પાલિકાનું ઓરમાયું વર્તન: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE











મોરબીના રામકૃષ્ણનગર સાથે પાલિકાનું ઓરમાયું વર્તન: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબી પાલિકાના વોર્ડ નં-૩ માં આવેલા રામકૃષ્ણનગર પ્રત્યે પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામા આવે છે તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા કરવામાં આવ્યો  છે

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે કે, મોરબી પાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન છે ત્યારે પણ તે લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. અને સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરે છે તો પણ કામ કરવામાં આવતું નથી મોરબીના વોર્ડ નં-૩ માં આવેલા રામકૃષ્ણનગરમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરની સમસ્યા છે. અને ગટરની કુંડી ખુલ્લી છે તો પણ તેને રિપેર કરવામાં આવી રહી નથી અને આ ગટરમાં કચરા જવાથી લોકોના ઘરમાં ગટરના ગંદા પાણી ભરાઈ જાય છે અને તે વિસ્તારમાં રોગચાળાનો ભય રહે છે આટલું જ નહીં નાના બાળકો કુંડીમાં પડી જાય અને કોઈ બનાવ બને તેવી પણ શક્યતા છે તો પણ પાલિકાના હાલના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા લોકોની સુખાકારીને ધ્યાને રાખીને કોઈ કામ કરવામાં આવતું નથી તે હક્કિત છે






Latest News