મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

રાસાયણીક ખેતીથી જમીન બંજર બને અને ખેડુત દેવાદાર બનીને આત્મહત્યા તરફ વળે છે, ખેતી-ખેડુતને બચાવવા પ્રાકૃતિ ખેતી અનિવાર્યઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


SHARE





























રાસાયણીક ખેતીથી જમીન બંજર બને અને ખેડુત દેવાદાર બનીને આત્મહત્યા તરફ વળે છે, ખેતી-ખેડુતને બચાવવા પ્રાકૃતિ ખેતી અનિવાર્યઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

મોરબી જિલ્લામાં આવેલ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રાસાયણીક ખેતીને છોડીને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે તો તેઓની ખેતીની ઉપજ અને આવક બધામાં વધારો થાય તેવી વાત રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે અગાઉ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા ત્યારે કોઇ આત્મહત્યા કરતા ન હતા પણ છેલ્લા પચાસેક વર્ષથી જે રાસાયણિક ખેતી તરફ ખેડૂતો વળ્યા છે તેના કારણે ખેતી ઉત્પાદન ક્ષમતા ઘટી છે અને રાસયણીક ખાતરના લીધે ખેતીનું ઉત્પાદન ઘટવાના કારણે ખેડૂતો દેવા નીચે દબાઇ છે અને અને તેઓ આપઘાત કરતા હોય તેવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે

મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે નંદનવન નર્મદા સિંચાઈ મંડળી તેમજ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જનઆંદોલન દ્વારા પ્રાકૃતિ કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા અને તેમણે ખાસ કરીને સૌ પ્રથમ તો મોરબી જિલ્લામાં ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હોય સમગ્ર જિલ્લાના લોકોને વંદન કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે સ્વામી દયાનંદ સરસ્વતીએ દેશની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ તૈયાર કર્યા હતા તેમજ મહિલા શિક્ષણ, અંધશ્રદ્ધા દૂર કરવી તેમજ કુરિવાજ દુર કરવા માટે ઘણું બધું કામ કર્યું હતું તેની સાથોસાથ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે પણ દયાનંદ સરસ્વતીએ ખૂબ જ કામ કર્યુ હતુ જોકે હવે ભારતના ખેડૂતો જે રાસાયણિક ખાતર જેમાં ખાસ કરીને ડીએપી અને યુરીયા વગેરેનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે તેમની ખેતી દિવસેને દિવસે બંજારા બનતી હોય તેવું જોવા મળતું હોય છે અને ઉત્પાદન ક્ષમતા પણ જમીનની ઘટતી હોય તેવું જોવા મળે છે ત્યારે દેશના વર્તમાન વડાપ્રધાનનું લક્ષ્ય ઓછા પાણીએ વધુ ખેતી થાય તેને સિદ્ધ કરવું હોય તો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ પાછું આવવું પડશે અને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો લગભગ ૬૦ ટકા જેટલા પાણીની બચત થાય છે અને ખેતીમાં જીવમૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે તો પ્રથમ ત્રણ વર્ષ સુધી કદાચ ખેડુતનું ઉત્પાદન ઘટી શકે છે પરંતુ ત્યારબાદ તે લોકોને ઉત્પાદન સતત એવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથોસાથ તેમણે એ પણ કહ્યું હતું કે જીવામૃત બનાવવા માટે થઈને દેશી ગીર ગાય અને કાંકરેજ ગાયના ગોબર અને ગૌ મૃતનો ઉપયોગ કરવામાં આવે તો સૌથી સારુ પરિણામ મળે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમને કૃરુક્ષેત્રમાં ૨૦૦ એકર જેટલી ખેતીની જમીન આવેલી છે જેમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી તેઓની ખેતીની આવક દિવસેને દિવસે વધી રહી છે જો કે, ત્રણ વર્ષ પહેલા તેઓની અડધી જમીન અન્ય ખેડૂતોને ભાડે આપી હતી અને તેના ઉપર તે ખેડૂતે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હતો જેથી કરીને તેના જમીનની ઉપજાઉ ક્ષમતા ઘટી ગઈ હતી જેથી કરીને તે બંજર જમીન બની ગઈ હતી અને વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ જમીનને સુધારવા માટે લગભગ ૧૫ વર્ષ જેટલો સમય લાગશે જો કે, તેમને જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવાના કારણે માત્ર એક જ વર્ષની અંદર આ જમીનની ફળદ્રુપતા પુનઃસ્થાપિત કરી છે અને ત્રણ વર્ષમા જમીનનો ઉત્પાદન વધી ગયું છે એટલે કે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે અને તેમાં પણ ખાસ કરીને જો જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવશે તો સો ટકા તે લોકોની ઉપજ અને આવક વધશે તે નિશ્ચિત છે આજથી ૫૦ વર્ષ પહેલા જ્યારે પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરતા હતા ત્યારે ખેડૂતોની આપઘાત કરવાની સંખ્યા ઓછી હતી જોકે છેલ્લા પચાસ વર્ષથી રાસાયણિક ખાતર અને અન્ય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે દિવસેને દિવસે ખેતરની અંદર મજૂરી અને અન્ય ખર્ચાઓ વધી રહી છે તેની સામે ઉત્પાદન ઘટી રહ્યું છે જેથી કરીને ખેડૂતો આત્મહત્યા કરતા હોય તેવું આપણે જોતા હોઈએ છીએ ત્યારે ખેડુતોને ખેતી અને ખેડત મજબૂત બનાવવા માટે થઈને જો રાસાયણિક ખાતરને છોડીને માત્ર જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે તો જમીનને પણ સુધારી શકાય છે અને તેમાંથી પણ સારામાં સારી આવક મેળવી શકાય છે એટલે કે રાસાયણિક ખાતરથી જમીનની તાકાત ઘટે છે અને પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે તો ખેતી અને ખેડૂત બને મજબુત બને છે
















Latest News