મોરબીની ત્રાજપર-૨ બેઠક ઉપર કોંગ્રેસ, હળવદની રણછોડગઢ બેઠક ઉપર ભાજપનો વિજય
મોરબી નજીક લિફ્ટ લેવા બાઇક ચાલકને પથ્થર બતાવતા સર્જાયો અકસ્માત, બાદમાં ચાર શ્ખ્સોએ યુવાનને માર માર્યો
SHARE









મોરબી નજીક લિફ્ટ લેવા બાઇક ચાલકને પથ્થર બતાવતા સર્જાયો અકસ્માત, બાદમાં ચાર શ્ખ્સોએ યુવાનને માર માર્યો
મોરબી નજીકના સનાળા ગામથી વાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર યુવાન પોતાના ઘર તરફ જવા માટે ઊભો હતો અને ત્યાંથી પસાર થતા બાઇકચાલકો પાસે લિફ્ટ લેવા માટે પ્રયત્ન કર્યો હતો તો પણ કોઈએ બાઈક ઊભું ન રાખતા યુવાને પોતાના હાથમાં પથ્થર લઈને બાઇકને રોકવા માટે પ્રયત્ન કરેલ હતો જેથી બાઇક સ્લીપ થયું હતું અને બાદમાં તે ઇયજા પામેલા વ્યક્તિએ અન્ય ત્રણને બોલાવીને ચાર શ્ખ્સોએ તેને માર માર્યો હતો જેથી તે યુવાને ચાર શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જ્યારે સામાપક્ષેથી ઇજા પામેલા યુવાને પથ્થર બતાવનારાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ લઈને આગળ રહેતો મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ કેનાલ પાસે ઝૂંપડામાં રહેતા શૈલેષભાઈ બચુભાઈ બાબરીયા જાતે કોળી (ઉંમર ૩૫) સનાળા ગામ થી વાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર ઊભા હતા અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને હાથ બતાવીને ઘરે જવા માટે પ્રયત્ન કરતા હતા પરંતુ કોઈપણ વાહન ચાલક પોતાનું વાહન ઊભું રાખતા ન હતા જેથી કરીને શૈલેષભાઈએ પોતાના હાથમાં પથ્થર રાખીને આવનાર બાઇક ચાલકને પથ્થર બતાવીને રોકવા માટે પ્રયત્ન કરેલ હતો ત્યારે જીતેન્દ્રભાઈને પથ્થર બતાવતા જીતેન્દ્રભાઈનું બાઇક સ્લીપ થયું હતું અને તેને ઈજા થઈ હતી અને ત્યારબાદ તેણે પોતાના ભાઈ અને બીજા બે માણસોની ત્યાં બોલાવ્યા હતા અને આ ચારેય શખ્સોએ મળીને શૈલેષભાઇને માર માર્યો હતો જેથી કરીને શૈલેષભાઇને ઈજા થતાં શૈલેષભાઈએ જીતેન્દ્રભાઈ અને અન્ય ત્રણ સહિત ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સામાપક્ષેથી ચિરાગ ધનજીભાઈ ભેસદડીયા જાતે પટેલ (૨૩) રહે નસીતપર વાળાએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોટરસાયકલ લઈને તેઓ નસીતપર વાળા રસ્તેથી વાવડી રોડ તરફ પોતાના ભત્રીજાનો જન્મદિવસ હોય ત્યા જતાં હતા ત્યારે રસ્તા ઉપર શૈલેષ બચુભાઈ નામનો શખ્સ પથ્થર લઈને ઉભો હતો અને તેણે પથ્થર બતાવતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને મોઢે, કપાળે અને ગાલના ભાગે ઇજાઓ થઇ હતી આમ હાલમાં પોલીસે મારા મારી અને અકસ્માતનાં બનાવની અંદર સામસામી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
