મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમા સિવણ તાલિમ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું
મોરબીના ઘુંટુ રોડની ચકચારી લૂંટના આરોપીના શરતી જામીન મંજુર
SHARE









મોરબીના ઘુંટુ રોડની ચકચારી લૂંટના આરોપીના શરતી જામીન મંજુર
મોરબી ઘુંટુ રોડ પર થયેલ ચકચારી લૂંટના ગુનામા ફરિયાદ થયેલ હોઈ મોરબી બી.ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તાર લૂંટનો બનાવ બનેલ ત્યાર બાદ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યાર બાદ એક આરોપી રવિ ભુદરભાઈ પનારા દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણના આરોપીના શરતી જામીન મંજુરકરવામાં આવેલ છે.
જેમાં આરોપી તરફે મોરબીના યુવા એડવોકેટ દેવ કે.જોષી રોકાયા હતા.તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં વકીલ ફેનિલ જે.ઓઝા તથા વકીલ દેવ જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરતા જેને ધ્યાને લઇને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓના શરતી જમીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા તથા ફેનિલભાઈ જે.ઓઝા તથા યુવા વકીલ દેવીપ્રસાદ (દેવ) જોષી, શહેનાઝબેન સુમરા તથા એલ.આર.ગઢવી રોકાયા હતા
