મોરબીમાં મંદિરોને પાલિકાની નોટિસ મામલે ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત
SHARE









મોરબીમાં મંદિરોને પાલિકાની નોટિસ મામલે ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત
મોરબીમાં પાલીકા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં આવેલ ૪૫ જેટલા મંદિરોને નોટીસ આપવામાં આવેલ છે જે મામલે હિન્દુવાદી સંગઠનોએ રોષની લાગણી વ્યક્ત કરેલ છે અને હાલમાં મોરબીના ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત કરીને હિન્દૂ મંદિર યથાવત રાખવાની માંગ કરી છે
હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીના જુદાજુદા વિસ્તારોમાં વર્ષોથી જે મંદિરો આવેલ છે તેની સાથે લોકો આસ્થા સાથે જોડાયેલ છે અને મંદિરોમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવેલ છે. અને ખાસ કરીને માનવસર્જીત આફતો સમયે આ મંદિરોના સંચાલકો દ્વારા તંત્ર સાથે ખભે ખભો મીલાવી વિવિધ બચાવકાર્યો તેમજ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ દરેક મંદિરો સાથે લોકો જોડાયેલ છે. વધુમાં મોરબીમાં એક પણ મંદિર શહેરના કોઈપણ રહીશો માટે અવરોધરૂપ નથી તેમજ ટ્રાફિક માટે અડચણરૂપ નથી તેથી તે મંદિરોને યથાવત રાખી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી ન દુઃભાય તે જોવા વિનંતી કરી છે અને ખાસ કરીને મોરબીમાં શું મંત્ર મંદિરો જ ગેરકાયદેસર છે ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છ
