મોરબીમાં મંદિરોને પાલિકાની નોટિસ મામલે ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત: એક સારવારમાં
SHARE
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત: એક સારવારમાં
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી એક ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને બાઈકમાં બેઠેલા બે પૈકીનાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને એક યુવાનને સારવારમાં લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
બનવાની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી બાઈક નંબર જીજે ૩ એફકયું ૮૯૩૦ લઈને અમરશીભાઈ નંદાભાઇ ઉધરેજા (૨૭) રહે. દીવાનપરા વાંકાનેર અને વિજયભાઈ વસંતભાઈ દલસાણીયા (૨૭) રહે. નવાપરા વાંકાનેર વાળા જઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકને ટ્રક નંબર જીજે ૩૨ ટી ૮૩૯૪ ના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ગંભીર ઈજા થવાથી બાઈક ચાલક અમરશીભાઈ નંદાભાઇ ઉધરેજાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બાઇકમાં બેઠેલા વિજયભાઈને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે વાંકાનેર લઈ ગયા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે