મોરબી જિલ્લામાં ખાનગી સ્કૂલ અને કોલેજના સ્ટાફને પૂરતો પગાર આપવા સીએમને રજૂઆત
મોરબીમાં કાલે જિલ્લા ભાજપ દ્વારા કરાશે રોપા વિતરણ
SHARE
મોરબી જિલ્લામાં હરિયાળી ક્રાંતિ માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાલે તા. ૨૩ ને બુધવારના રોજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે શનાળા રોડ ઉપર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રોપા કરવા માટેની આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને વિનામૂલ્યે રોપનું વિતરણ કરવામાં આવશે
મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજાએ જણાવ્યુ છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રેરણાસ્ત્રોત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ તા. ૨૩ જુને છે. ત્યારે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પર્યાવરણ સંરક્ષણ હેતુ માટે કાલે વૃક્ષોના રોપા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને રોપાઓનું વિતરણ સવારે ૯.૩૦ થી શનાળા રોડે આવેલ મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રોપનું વિતરણ કરવામાં આવશે