મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદમાં પાળિયાઓને રાખડી બાંધીને સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધન પર્વની કરી ઉજવણી


SHARE





























હળવદમાં પાળિયાઓને રાખડી બાંધીને સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધન પર્વની કરી ઉજવણી

હળવદ છોટાકાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તેના પાળિયાઓને રાખડી બાંધીને રક્ષા બંધનના પર્વની સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓએ ઉજવણી કરી હતી.

ઝાલાવાડમાં વીરગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે, સિમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વ્હારે ચડ્યા હતા અને વીરગતિ વહોરી હતી તે વીરોના પાળિયાઓની અમર ગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે ત્યારે ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદના શિક્ષક દિપકભાઈ ચૌહાણ જુદીજુદી સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને લઇને ત્યા આવે છે અને પાળીયાઓને રાખડી બાંધીને નરબંકા અને સિંદૂરીયા વિરલાઓની યાદને તાજી કરે છે.

છેલ્લા 9 વર્ષોથી દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાઇ તેમજ બહેન, દિકરીઓ અને ગાયોની રક્ષા માટે જેમને વીરગતિ પામ્યા છે તેના વિષેની માહિતીથી વાકેફ થાય અને વીરોના પાળીયા શા માટે રાખવામાં આવતા હતા તે દિકરીઓ સહિતનાઓને સમજાય તે માટે પાળીયાને રાખડી બાંધીનો રક્ષા બંધનની ઉજવણી કરે છે ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નં 10ની બાળાઓ પાળીયાઓને રાખડી બાંધે છે. તે ઉપરાંત હવે બીજી શાળાની વિદ્યાર્થીનીઓ પણ ત્યાં આવવા લાગી છે.

વર્તમાન સમયમાં બહેન દિકરીઓની સલામતીને લઇને ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે ત્યારે વર્ષો પહેલા બહેનો દીકરીઓની રક્ષા કાજે વીરગતિ  વહોરનાર 250થી વધુ પાળિયાઓ હળવદની  આસપાસમાં આવેલા છે અને અડીખમ ઊભા છે જેથી પાળિયાને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે અને સમાજને ઐતિહાસીક ધરોહરનું જતન કરવામાં આવે અને વીરોની વિરગતિનો વારસો વર્ષ સુધી લોકો યાદ રાખે તેના માટેનો પ્રયાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક કરી રહ્યા છે
















Latest News