મોરબીના બહાદુરગઢ ગામે શાળાના વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા યુનિફોર્મ અર્પણ
મોરબીમાં ૭.૦૫ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીઓને એક વર્ષની સજા-વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા આદેશ
SHARE








મોરબીમાં ૭.૦૫ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીઓને એક વર્ષની સજા-વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા આદેશ
મોરબીના સ્વેલકો સીરામીક એલ.એલ.પી. ને કાયદેસરના લેણા પેટે કે-માર્ક બીઝસોલ પ્રા.લી.એ આપેલ ૭,૫૦,૫૪૬ ની રકમનો ચેક પરત ફર્યો હતો જે કેસમાં આરોપીઓને એક વર્ષની કેદની સજા અને ફરીયાદીને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવાનો મોરબી કોર્ટે આદેશ કર્યો છે.
તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે. આ કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીમાં આવેલ સ્વેલ્કો સીરામીક એલ.એલ.પી. ના ભાગીદાર જયદિપભાઈ જમનાદાસભાઈ નિમાવતએ મોરબીમાં આવેલ "કે-માર્ક બીઝસોલ પ્રા. લી. તથા તેના ડાયરેકટર્સ અનુકૂમે ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવર સામે સને ૨૦૧૯ માં ટાઈલ્સની ઉધાર ખરીદીની ચુકવણી પેટે આપેલ ચેક રકમ ૭,૫૦,૫૪૬ બેન્ક માંથી રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ આરોપી કંપની "કે-માર્ક બીઝસોલ પ્રા.લી." અને કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહિત ચતુરભાઈ કાવર વિરૂધ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી કેસ નાં.૫૬૮૮/૨૦૧૯ થી દાખલ કરેલ હતો.
આ કેસ ચાલી જતા, ફરીયાદી ’'સ્વેલ્કો સીરામીક એલ.એલ.પી." વતી રજુ થયેલા પુરાવાઓ અને ફરીયાદીના વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ રાખેલ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે. પ્રિન્સીપાલ સીનીઅર સીવીલ જજ અને એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એન.એ.ઈજનેર એ આરોપીઓ તે કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવરને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ઉપર ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી નવ ટકાના સાદા વ્યાજ સહીત વળતર પેટે દીન-૩૦ માં ચૂકવી આપવાનો અતિ મહત્વનો અને સીમાચિહન ચુકાદો જાહેર કરેલ છે. આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ તથા રવી કે. કારીઆ રોકાયેલ હતા.
