મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની લખધીરપૂર ચોકડી પાસે પાંચ વર્ષે પણ ન બન્યો ફૂટ ઓવરબ્રિજ !: વરસાદી પાણી સર્વિસ રોડ ઉપર ભરાતા વાહન ચાલકો હેરાન


SHARE

















મોરબીની લખધીરપૂર ચોકડી પાસે પાંચ વર્ષે પણ ન બન્યો ફૂટ ઓવરબ્રિજ !: વરસાદી પાણી સર્વિસ રોડ ઉપર ભરાતા વાહન ચાલકો હેરાન

મોરબીની મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવેના સર્વિસ રોડની બાજુમાંથી જ વરસાદી પાણીના નિકાલની જગ્યા ખુલ્લી રાખવામા આવી હતી તો પણ વરસાદી પાણી ભરતું હતું તેવામાં ફૂટ ઓવરબ્રિજનું કામ વર્ષ 2020 માં ચાલુ કરવામાં આવ્યું હતું જેના પીલોર વરસાદી પાણી માટે ખુલ્લી રાખવામા આવેલ કેનાલમાં ઊભા કરવામાં આવેલ છે. જેથી વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયેલ છે અને લોકોને હેરાન થવું પડે છે માટે સ્થાનિક વેપારીઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, મકનસર પાસે જે રીતે લોકોએ વરસાદી પાણીનો નિકાલ શરૂ કરવા માટે આંદોલન કર્યું હતું તેવું આંદોલન અહી પણ કરવું પડશે કે તે પહેલા તંત્રની આંખ ખુલશે.

સરકાર દ્વારા લોકોની સુવિધામાં વધારો થાય તેના માટે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા આપવા આવતા હોય છે પરંતુ આયોજન વગરના કામ થતા હોવાથી લોકોની સુવિધામાં વધારો થાય તેના કરતાં વધુ દુવિધામાં વધારો થતો હોય તેવો જ ઘાટ મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર જોવા મળ્યો છે મોરબીમાં વર્ષો પહેલા જ્યારે નેશનલ હાઈવેને બનાવવામા આવ્યો હતો ત્યારે મુખ્ય માર્ગ અને તેની બાજુમાં સર્વિસ રોડ અને ત્યાર બાદ વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તે માટે થઈને ખુલ્લી કેનાલ જેવી ગટર મૂકવામાં આવી હતી જેના માધ્યમથી દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી રસ્તા ઉપરથી પસાર થઇ જતું હતું.

જોકે વર્ષ 2020 માં નેશનલ હાઈવે ઉપર ફૂટ ઓવરબ્રિજ એટલે કે ચાલીને જઇ શકાય તે માટેનો પુલ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જે પુલ બનાવવાનું કામ આજની તારીખે પણ પૂર્ણ કરવામાં આવેલ નથી જો કે, આ સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી કેનાલ જેવી ગટર હતી તેમાં ફૂટ ઓવરબ્રિજના પીલોર ઊભા કરી નાખવામાં આવ્યા છે જેથી વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે અને વરસાદ બંધ થઈ જાય પછી એક સપ્તાહ સુધી ત્યાં વરસાદી પાણી ભરયેલું રહે તેવી પરિસ્થિતી છે તો પણ લોકોની આ દુવિધા તંત્રને દેખાતી નથી. અને વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જવાથી આજની તારીખે પણ વરસાદી પાણી મુખ્ય માર્ગ ઉપર અને સર્વિસ રોડ પર ભરાઈ છે.

ઉલેખનીય છે કે, સર્વિસ રોડ અને મુખ્ય રોડ વરસાદી પાણી ભરાયેલ રહેવાના લીધે તૂટી જાય છે અને ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નથી જેથી તેનો ઉપયોગ થતો નથી ત્યારે મોરબીના મકનસર ગામ પાસે જે રીતે લોકોએ સર્વિસ રોડ ઉપર ભરતા પાણીનો નિકાલ કરવા માટે આંદોલન કરીને બે કલાક સુધી નેશનલ હાઇવે રોડને ચક્કાજામ કર્યો હતો ત્યાર બાદ ધારાસભ્ય દોડી આવ્યા હતા અને તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું છે તેવી જ રીતે પાંચ વર્ષ પછી પણ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નથી ત્યાં લોકોને વરસાદી પાણી રોડ ઉપર ભરાવથી પડતી હાલાકીને દૂર કરવા માટે આંદોલન કરીને રોડ ચક્કાજામ કરવો પડશે પછી જ તંત્રની આંખ ખુલશે કે તે પહેલા કામ કરશે તે તો સમય જ બતાવશે.




Latest News