મોરબીમાં જુગારની બે રેડમાં જુગાર રમતા છ પકડાયા
SHARE









મોરબીમાં જુગારની બે રેડમાં જુગાર રમતા છ પકડાયા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા બે સ્થળોએ રેડ કરવામાં આવી હતી.જેમાં રોહિદાસપરા વિસ્તારમાં કરવામાં આવેલી રેડમાં ત્રણ લોકો જુગાર રમતા મળી આવ્યા હતા.તે રીતે જ યોગીનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ લોકો મળી આવ્યા હોય છએયની અટકાયત કરી તેઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે યોગીનગર સ્કૂલ પાછળ સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ દ્વારા રાતે દોઢ વાગ્યે ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલ મયુર મનસુખ સીતાપરા કોળી (૨૫) રહે.પચ્ચીસ વારીયા કામધેનુ પાર્ટી પ્લોટ પાસે, વિનોદ ગોવિંદ ઓગણીયા દેવીપુજક (૨૨) રહે.વીસીપરા વિહોત માતા મંદિર પાસે અને સુનિલ બાબુભાઈ ઓગણીયા દેવીપુજક રહે. મહેન્દ્રનગર ખોડીયાર માતા મંદિર પાસે વાળા જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની રોકડા રૂપિયા ૧૧,૫૦૦ સાથે અટકાયત કરી તેઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.તે રીતે જ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુજરાત સોસાયટીના ખુણે રાતના એકાદ વાગ્યાના અરસામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમવામાં આવી રહ્યો હોય પોલીસ સ્ટાફે ત્યાં પહોંચીને રેડ કરી હતી.ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા દિનેશ મુળજીભાઈ ચૌહાણ (૪૫), મનીષ અમરશીભાઈ ચૌહાણ (૩૨) અને જયેશ દેવજીભાઈ સોલંકી (૩૦) રહે.ત્રણેય રોહીદાસપરા વીસીપરા વિસ્તાર વાળાઓની રોકડા રૂપિયા ૫૦૦૦ સાથે અટકાયત કરવામાં આવી હતી અને તેઓ સામે પણ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા મીનાબેન રાઘવજીભાઈ વરાણીયા નામના ૪૮ વર્ષની મહિલાને વીંછી કરડી ગયેલ હોય તેમને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લાલપર ગામ પાસે રહેતા વિજય અંબારામભાઈ કણજારીયા નામના ૩૪ વર્ષના યુવાનને લાલપર નજીક વાહન અકસ્માત બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલેે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ત્રણને ઇજા
મોરબીના વાંકાનેર ખાતે આવેલ વીરપર ગામના પીન્ટુભાઇ સિંધાભાઈ રીબડીયા (૨૮), મનિષાબેન પીન્ટુભાઇ રીબડીયા (૨૨) અને તેઓની પુત્રી પ્રિયા પિન્ટુભાઈ (ઉંમર વર્ષ ૨) બાઇકમાં જતા હતા.ત્યારે મોરબી- વાંકાનેર હાઇવે બંધુનગર ગામ પાસે તેમનું બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.આ બનાવમાં ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લઇ જવામાં આવ્યા હતા.જેની જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે મોરબીના પાનેલી ગામે રહેતા ચતુરભાઈ લક્ષ્મણભાઈ સોલંકી નામના ૫૩ વર્ષના આધેડ ગામ પાસે આવેલ મેલડી માતાના મંદિર પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં વાહન સ્લીપ થતા તેઓને પણ ઇજા થયેલ હોય સારવાર માટે લઈ જવાયા હતા
