મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે ગણેશજીના ફોટા વાળી ચલણી નોટ !
SHARE









મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે ગણેશજીના ફોટા વાળી ચલણી નોટ !
દુનિયાની એકમાત્ર ઈન્ડોનેશિયા દેશમાં ચલણી નોટમાં ગણેશજીનો ફોટા મૂકવામાં આવેલ છે અને તે ચલણી નોટ મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે.
ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજીનો ફોટો છાપવામાં આવ્યો હતો ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં વર્ષ 1998માં તેના દ્વારા 20,000 રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી જેમાં ભગવાન શ્રી ગણેશજી બિરાજમાન છે અને લગભગ આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે જેના પર ગણેશજીનો ફોટો છે આ નોટ મોરબીમાં રહેતા જાણીતા હાડવૈદ્ય ઉમેદસિંહ ગંજસિંહ ચૌહાણના પુત્ર પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે તેઓને દેશ વિદેશની ચલણી નોટો, સ્ટેમ્પ, સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ છે.
એડવોકેટ મીતેશભાઈ દવે
ભગવાન ગણેશના ફોટો વાળી નોટ બહાર પાડનાર પણ હિંદુ રાષ્ટ્ર નહિં, પરંતુ મુસ્લિમ રાષ્ટ્ર છે એ પણ મહત્વનું છે. મોરબીના એડવોકેટ મીતેશભાઈ દવે વિવિધ દેશોની ચલણી નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ છે. જેથી તેઓની પાસે આજની તારીખે 27 વર્ષ પહેલા ઈન્ડોનેશિયાએ બહાર પાડેલ ભગવાન ગણેશના ફોટો વાળી 20,000 રૂપીયાની ચલણી નોટ છે. સાથે ભારત ના રાજા રજવાડાં ની વાત કરીએ તો સાંગલી, વાડી સ્ટેટ, મીરાજ, કુરૂન્ડવાડ સિનિયર અને જુનિયર, જેવા રજવાડાં ના સ્ટેમ્પ પેપર અને કોર્ટ ફી સ્ટેમ્પ પર પણ ગણેશજીના ચિત્રો હતા અને વિદેશમાં નેપાળ, થાઈલેન્ડ દ્વારા બહાર પડેલ ગણેશજીના ચિત્રણ વાળો સિક્કો પણ તેમના સંગ્રહમાં છે.
