મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે ગણેશજીના ફોટા વાળી ચલણી નોટ !
દેશમાં મુસ્લિમોની વધતી અને હિન્દુઓની ઘટતી વસ્તી ચિંતાનો વિષય છે: ડો. પ્રવીણભાઈ તોગડીયા
SHARE









દેશમાં મુસ્લિમોની વધતી અને હિન્દુઓની ઘટતી વસ્તી ચિંતાનો વિષય છે: ડો. પ્રવીણભાઈ તોગડીયા
મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડીયાની હાજરીમાં બેઠક યોજાઇ હતી જેમાં તેમણે ગણેશોત્સવ દરમિયાન સમગ્ર દેશની અંદર માય ફ્રેન્ડ ગણેશા ચિત્ર સ્પર્ધા, નવરાત્રી દરમિયાન કન્યા પૂજન અને શસ્ત્ર પૂજન તેમજ નવરાત્રીના જે કોઈ જગ્યાએ આયોજન થતા હોય ત્યાં દરેક વ્યક્તિને તિલક કરવામાં આવે અને ત્યાં આવનાર લોકોના આઈકાર્ડ ચેક કરવામાં આવે તેવી લાગણી વ્યકત કરી હતી સાથોસાથ હિન્દુઓની વસ્તી વધારવા માટે થઈને પણ તેઓએ પોતાના વક્તવ્યમાં આહવાન કર્યું હતું.
મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો. પ્રવીણભાઈ તોગડીયાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સહિત સૌરાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો, કાર્યકર્તાઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ તકે અમદાવાદની ખાનગી શાળામાં બનેલ હત્યાનો બનાવ અને છેલ્લા વર્ષોમાં જે ઘટનાઓ ગુજરાતમાં બની છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ડો. પ્રવીણભાઈ તોગડીયાએ કહ્યું હતું કે, ગણેશોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની બહેનો દ્વારા માય ફ્રેન્ડ ગણેશા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે જેમાં લાખોની સંખ્યામાં બાળકો જોડાશે અને આ સ્પર્ધાની સફળતા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બહેનોને તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં નવરાત્રી આવી રહી છે ત્યારે નવરાત્રી દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં જ્યાં ગરબીના આયોજન કરવામાં આવે છે ત્યાં જઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો દ્વારા કન્યા પૂજન કરવામાં આવશે તે ઉપરાંત ઘરે ઘરે કન્યા પૂજન કરવામાં આવે અને આઠમના દિવસે શાસ્ત્ર પૂજન થાય તે માટેનું આહવાન કર્યું હતું તેમજ દેશ ભરમાં વધુમાં વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી પણ લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.
આટલું જ નહીં નવરાત્રિ દરમિયાન છેલ્લા વર્ષોમાં ઘણી જગ્યાએ આયોજનમાં મુસ્લિમ લોકોનો સમાવેશ કરવામાં આવતો હોય તેવું સામે આવ્યું છે તે બાબતે ડો. પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યું હતું કે, સમગ્ર ભારત દેશની અંદર જ્યાં પણ નવરાત્રી દરમિયાન ગરબી કે ગરબાના આયોજન કરવામાં આવે છે ત્યાં પ્રત્યેક વ્યક્તિઓને તિલક કરવામાં આવે અને તેઓના આઈકાર્ડ ચેક કરવામાં આવે તે જરૂરી છે. અને ખાસ કરીને તેઓએ કહ્યું હતું કે, દેશમાં મુસ્લિમોની વસ્તી વધી રહી છે અને હિન્દુઓની વસ્તી ઘટી રહી છે જે ચિંતાનો વિષય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી.રામાવત સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.
