વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર પાસેથી બાઈકની ચોરી: માળીયાના નવાગામ પાસે દારૂની ભઠ્ઠી ઉપર રેડ
મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ
SHARE









મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ
મોરબીમાં વીસી ફાટક પાસેથી સ્કૂટર લઈને જઈ પસાર થઈ રહેલ શખ્સને રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી 1 કિલો 387 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ગાંજો, વાહન અને બે મોબાઈલ વિગેરે મળીને 64,370 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે તથા માલ આપનારનું નામ સામે આવ્યું હોય બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના વીસી ફાટક પાસેથી સ્કૂટર નંબર જીજે 36 એકે 8212 લઈને પસાર થઈ રહેલ શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવેલ હતો ત્યારે તેની પાસેથી 1 કિલો 387 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી 13,870 ની કિંમતનો ગાંજો 45,000 રૂપિયાની કિંમતનું વાહન તથા જુદીજુદી કંપનીના બે મોબાઇલ ફોન આમ કુલ મળીને 64,370 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી આરીફ આલમશા સૈયદ (32) રહે. વીસીપરા સિસ્ટરના બંગલા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ માલ આપનાર તરીકે અનવર ઉર્ફે મનોજ ગુલામહુસેન સુમરા રહે. વીસીપરા મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી બંને શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
