મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના કેસમાં પડકાયેલ મહિલા સહિત બે આરોપીના રિમાન્ડ મંજૂર
મોરબીમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં 2 મહિલા સહિત 6 આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં 2 મહિલા સહિત 6 આરોપીની ધરપકડ
મોરબીમાં નવલખી ફાટક પાસે સિલ્વર પાર્ક સોસાયટી નજીક ઝૂંપડમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને છરીનો ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને તેના પિતાને છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ છ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં નવલખી ફાટકના બ્રિજના છેડા પાસે સિલ્વર પાર્ક નજીક ઝૂંપડમાં રહેતા નરસીભાઈ જીવાભાઇ પરમાર (47)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ ગુણાભાઈ પરમાર, શંકરભાઇ ઉર્ફે ચકુ ગુણાભાઇ પરમાર, ભગાભાઈ ગુણાભાઈ પરમાર, ભાવુબેન ભગાભાઈ પરમાર, મંજુબેન વિજયભાઈ પરમાર અને શનિભાઈ જીંજવાડીયા રહે. બધા નવલખી ફાટક પાસે પરશુરામ ધામની બાજુમાં ઝૂંપડામાં મોરબી વાળા સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, શંકરભાઈ ઉર્ફે ચકુ ફરિયાદીના નાતના રાણીગભાઈ હીરાભાઈ દેવીપુજકની દીકરી સંગીતાને ભગાડી ગયેલ હોય જેનું સમાધાન કરવા માટે આરોપીઓ ફરિયાદીને દબાણ કરતા હતા પરંતુ ફરિયાદી સમાધાન કરવા સાથે જવાની ના કહેતા હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગભાભાઇને ડાબા ખભા પાસે છરીનો જીવલેણ ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને ફરિયાદીના મોટાભાઈ ગભાભાઈ જીવાભાઈને છરી, ધારિયા અને ધોકા વડે મારમાર્યો હતો જેથી તેણે સારવારમાં લઈ ગયા હતા અને હત્યાના આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ તથા તેની ટીમે આરોપી વિજયભાઈ ગુણાભાઈ પરમાર (25), શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર (28), ભગાભાઈ ગુણાભાઈ પરમાર (21), ભાવુબેન ભગાભાઈ પરમાર (20), મંજુબેન વિજયભાઈ પરમાર (24) અને સની હસમુખભાઈ ઝિંઝુવાડીયા (20) રહે. તમામ પરશુરામ ધામ પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે.
