ટ્રાફિકનો પ્રશ્નો ઉલેલાયો: વાંકાનેર બાયપાસ રોડે આવેલ પુલને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ખુલ્લો મૂક્યો
વાંકાનેરના તીથવા ગામે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના ગ્રામજનોનો આક્ષેપ: મહિલાઓ સહિતના લોકોએ રેલી યોજી !
SHARE
વાંકાનેરના તીથવા ગામે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના ગ્રામજનોનો આક્ષેપ: મહિલાઓ સહિતના લોકોએ રેલી યોજી !
ગુજરાતના મોટાભાગના જિલ્લા અને તાલુકા ની અંદર દારૂબંધી હોવા છતાં પણ દારૂ અને નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે વાંકાનેરના તીથવા ગામે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે ગામના મહિલાઓ સહિતના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને ગ્રામ પંચાયત સુધી જઈને ત્યાં સરપંચ હાય હાય, મંત્રી હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. અને ત્યાં આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં બીટ જમાદાર હાજર રહેતા નથી તેવો પણ આક્ષેપ કર્યો હતો. તથા દારૂબંધીની ગામમાં ચુસ્તપણે અમલવારી થાય તેવી મહિલાઓ સહિતના લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી
મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર દેશી દારૂ, વિદેશી દારૂ, ગાંજો, ડ્રગ્સ સહિતના અનેક નસાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ઘણી વખત લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવે છે ત્યારબાદ પોલીસની કાર્યવાહી થતી હોય તેવું પણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સામે આવ્યું છે તેવા સમયે હાલમાં સમગ્ર ગુજરાતમાં નશાના કારોબારનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના તીથવા ગામે મહિલાઓ અને સ્થાનિક લોકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગામમાં બનાવવામાં આવેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં બીટ જમાદાર હાજર રહેતા નથી તેમજ દારૂબંધી હોવા છતાં પણ ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે 6તેવા આક્ષેપો ગામના લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. અને ગ્રામસભા જાહેરમાં કરીને દારૂબંધી કરાવો, પોલીસ ચોકી ખોલો તે સહિતની માંગણીઓ મહિલાઓ સહિતના ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી અને રેલીમાં સરપંચ હાય હાય, મંત્રી હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ દારૂના વેચાણ ગામમાં બંધ કરવા માટેની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખની છે કે ગત તા. 7/11 ના રોજ ગામના લોકો દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓને દારૂબંધીની ચુસ્તપણે અમલવારી કરવા માટે થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં પણ આવેદનપત્રને ધ્યાને લઈને હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ ન હતી જેથી કરીને વધુ એક વખત ગામના લોકો દ્વારા દારૂના દૂષણના વિરોધમાં ગામમાં રેલી યોજવામાં આવી છે જો કે હવે પગલાં લેવાશે કે નહીં તે તો સમય જ બતાવશે.