ટંકારા તાલુકામાં નુકસાની સહાય પેકેજનો લાભ લેવા માટે ૪૨ ગામના ૧૬,૨૧૨ ખેડૂતોએ કરાવ્યુ રજિસ્ટ્રેશન
ટ્રાફિકનો પ્રશ્નો ઉલેલાયો: વાંકાનેર બાયપાસ રોડે આવેલ પુલને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ખુલ્લો મૂક્યો
SHARE
ટ્રાફિકનો પ્રશ્નો ઉલેલાયો: વાંકાનેર બાયપાસ રોડે આવેલ પુલને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ખુલ્લો મૂક્યો
વાંકાનેર બાયપાસ રાતીદેવળી રોડ પર આવેલ પુલ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ છે અને ત્યારે આગેવાનો સહિતના લોકોના મો મિઠા કરવામાં આવ્યા હતા. હાલમાં પુલ બંધ હતો ત્યાં સુધી વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં લોકો હેરાન હતા જો કે, પુલ તૈયાર કરી દેવામાં આવેલ છે જેથી લોકોની સુખાકારી માટે તેને ખુલ્લો મૂકવામાં આવતા હવે લોકોને આવવા જવામાં સરળતા રહેશે. આ તકે વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, પાલિકાનાં પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, પાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, પાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કુણપરા, કાઉન્સિલર અંકિતભાઈ નંદાસણીયા, બ્રિજરાજસિંહ ઝાલા, જીજ્ઞેસભાઈ નાગ્રેચા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્ચિનભાઈ મેઘાણી, રાજભાઈ સોમાણી, જેન્તીભાઈ મદ્રેસણીયા, ભરતભાઈ પટેલ, નવીનભાઈ વોરા સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.