ટંકારા તાલુકામાં નુકસાની સહાય પેકેજનો લાભ લેવા માટે ૪૨ ગામના ૧૬,૨૧૨ ખેડૂતોએ કરાવ્યુ રજિસ્ટ્રેશન
SHARE
ટંકારા તાલુકામાં નુકસાની સહાય પેકેજનો લાભ લેવા માટે ૪૨ ગામના ૧૬,૨૧૨ ખેડૂતોએ કરાવ્યુ રજિસ્ટ્રેશન
ટંકારા તાલુકાના ૪૨ ગામોમાં માવઠાથી થયેલા પાકના નુકસાનીની સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાય પૅકેજ અંતર્ગત વીસી મારફતે ખેડૂતોની નોંધણીની કામગીરી લગભગ પૂર્ણતાના આરે આવી છે. ત્યારે તાલુકાના કુલ ૨૧ હજાર જેટલા ખાતાઓમાંથી ખરાબા અને સરકારી જમીન તેમજ ડબલ ખાતા બાદ કરતાં લગભગ ૯૯ ટકા ખેડૂતોએ નોંધણી કરાવી છે. અને અત્યાર સુધીમાં કુલ ૧૬,૨૧૨ ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે.
આ અંગે માહિતી આપતા ખેડૂત નેતા અને આગેવાન મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, જુદાજુદા ગામમાં જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તેમાં ટંકારા ૯૩૬, વિરવાવ ૮૩૪, નેકનામ ૬૮૫, મિતાણા ૫૯૨, સજનપર ૫૮૪, જીવાપર ૫૧૨, મેઘપર ઝાલા ૫૦૯, સાવડી ૫૦૭, ઓટાળા ૫૦૨, મોટા ખીજડીયા ૪૮૯, નેસડા સુરીજી ૪૮૯, હડમતીયા ૪૮૬, બંગાવડી ૫૧૯, હરબટીયાળી ૪૭૦, લજાઈ ૪૬૧, નાના ખીજડીયા ૪૫૬, ભુતકોટડા ૪૩૭, છત્તર ૪૩૦, નસિતપર ૪૩૧, જોધપુર (ઝાલા) ૪૨૦, રોહિશાળા ૩૯૧, જબલપુર ૩૭૬, મહેન્દ્રપુર ૩૬૬, ગજડી ૩૬૫, કલ્યાણપર ૩૪૭, હમીરપર ૩૪૫, સરાયા ૩૫૧, નેસડા ખાનપુર ૩૧૯, વિરપર ૩૦૦, નાના રામપર ૨૯૯, હીરાપર ૨૮૫, લખધીરગઢ ૨૭૮, ટોળ ૨૪૬, અમરાપર ૨૩૬, વાછકપર ૨૦૩, સખપર ૧૫૩, વાઘાગઢ ૧૫૧, ધ્રોલીયા૧૧૩, ખાખરા ૯૮, દેવળીયા ૮૮, રાજાવડ ૮૮, ઘુનડા ખાનપર ૬૫ ખેડૂતોનો સમાવેશ થાય છે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, સતત ફોલો-અપ કરીને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખેતીવાડી વિભાગના અધિકારીઓ, ટંકારા તાલુકા પંચાયતના ટીડીઓ તેમજ તમામ કર્મચારીઓએ અથાગ મહેનત કરી રજાના દિવસે પણ રજા રાખ્યા વગર આ કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરી છે. તે બદલ આ સરહનીય કામગીરીને બિરદાવી હતી આ ઉપરાંત હજુ બે દિવસનો સમય બાકી હોવાથી જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી નથી કરાવી તેઓ તાત્કાલિક નજીકના ઈ-ગ્રામ કેન્દ્ર કે તલાટી કચેરીમાં સંપર્ક કરી નોંધણી કરાવી લે તેવી અપીલ ખેડૂત અગ્રણી મહેશભાઈ રાજકોટિયા તેમજ મોરબી જિલ્લા પંચાયત વિપક્ષના નેતા ભૂપત ગોધાણીએ અને સ્થાનિક આગેવાનોએ કરી છે. અને મારા જિલ્લાના ખેડૂતો માટે આ કપરી પરિસ્થિતિ માં તંત્ર દ્વારા સમયસર સહાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી. અને આવનારા દિવસોમાં જિલ્લાના ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ થાય તેવી માંગ તંત્ર અને સરકાર પાસે કરી છે.