મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ ટંકારામાં યોજાશે
SHARE
મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ ટંકારામાં યોજાશે
મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ ટંકારામાં યોજાશે જેના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા બેઠક યોજાઈ હતી.
મોરબીના કલેક્ટરએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મોરબી જિલ્લાના જાહેરમાર્ગો-સરકારી કચેરીઓને રોશની સહિતની વસ્તુઓથી સુશોભિત કરવા, સ્વચ્છતા રાખવા, કાર્યક્રમમાં યોગ, દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્લાટુન, પરેડની, ડોમ, ટ્રાફીક, પાર્કિગ, લાઇટ, સાઉન્ડ સહિતની સુચારૂ વ્યવસ્થા કરવાની સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, અધિક નિવાસી કલેક્ટર આર.એસ.ખાચર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ હવે ૨૧ જાન્યુઆરીએ યોજાશે
મોરબી (શહેર) તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમની તારીખ અગાઉ ૨૮/૦૧/૨૦૨૬ નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ સરકારની સુચના મુજબ તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ સ્વાગત કાર્યક્રમ તા-૨૧/૦૧/૨૦૨૬ ના રોજ યોજાશે જેની નોંધ લેવા મોરબી શહેર મામલતદારની યાદીમાં જણાવાયું છે.