મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા જુદાજુદા ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી
SHARE
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફિનાઇલ પીવાનો બનાવ બન્યો હતો.જેમાં યુવાનને સારવારમાં ખસેડ્યા બાદ પોલીસ દ્વારા બંને પક્ષોથી સામસામે ફરિયાદો લેવામાં આવી હતી.
જેમાં પ્રીતીબેન હિતેષભાઇ આજોલા કોળી (૨૫) રહે.શિવ સોસાયટી સાયન્ટીફીક રોડ મોરબી મુળ રહે.જોરવરનગર રેલ્વે સ્ટેસન પાછળ મેલડી માતાના મંદીરની બાજુમાં સુરેન્દ્રનગરએ સામાવાળા હકાભાઇ ઉર્ફે હર્ષદભાઇ ચૌહાણ રહે.વજેપર, વિશાલભાઇ ઉર્ફે લાલો બાબુભાઇ થરેશા રહે.વજેપર, ખોડો હકાભાઇ ઉર્ફે હર્ષદભાઇ ચૌહાણ રહે.વજેપર, જીગ્નાબેન હર્ષદભાઇ ચૌહાણ રહે.વજેપર અને નીશાબેન વિશાલભાઇ થરેશા રહે.વજેપર સામે ફરીયાદી નોંધાવતા જણાવ્યુ હતુ કે જુના ઝઘડાનો ખાર રાખીને ગાળો બોલીને ઢીપાટુની મારમારીકરી હતી.
જયારે સામા પક્ષેથી હર્ષદભાઇ વેલજીભાઇ ચૌહાણ કોળી (ઉ.વ.૪૨) રહે.વજેપર શેરી નં.૨૩ મોરબીએ સામાવાળા સુરેશભાઈ લખમણભાઇ થરેસા, રાજ ઉર્ફ જીગો, સુરેશભાઇનો જમાઇ રવી, મનિષાબેન સુરેશભાઇ, પ્રિતી ઉર્ફ પાયલબેન હિતેષભાઇ અને જગદીશ રહે.બધા વજેપર સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે જુની અદાવતનો રોષ રાખીને તેઓની સાથે ઝગડો બોલાચાલી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો.