મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા
SHARE
મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘુટુ તરફ જવાના રસ્તા ઉપર ઉમા રેસિડેન્સી સામેના ભાગમાં એસટી બસની પાછળના ભાગમાં એસટીની બસ અથડાઈ હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને આ બનાવમાં બંને બસમાં થઈને કુલ મળીને 10 જેટલા મુસાફરોની નાના મોટી ઈજા થઈ હતી જેથી તેઓને 108 મારફતે સારવારમાં લઈ જવામાં આવેલ છે
મોરબી બાજુથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મહેન્દ્રનગર ગામથી ઘુટુ ગામ વચ્ચે આવેલ મુખ્ય રસ્તા ઉપરથી બપોરના 12:00 વાગ્યાના અરસામાં એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે લોકલ બસના ચાલકે પોતાની બસને બ્રેક કરતાની સાથે જ પાછળ આવી રહેલી એસટીની એક્સપ્રેસ બસ પાછળના ભાગમાં અથડાતા અકસ્માત થયો હતો અને બંને બસમાં બેઠેલા મુસાફરો પૈકી આઠથી દસ જેટલા મુસાફરોને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે રિક્ષા ચાલકે પોતાની રીક્ષાને બ્રેક કરી હતી જેથી કરીને રિક્ષાની પાછળના ભાગમાં મોરબી જિકિયારી રૂટની લોકલ બસ આવી રહી હતી તેના ડ્રાઇવરે બસને રોકવા માટે બ્રેક કરી હતી જેથી કરીને આ લોકલ બસની પાછળના ભાગમાં મોરબી ધંધુકા રૂટની એસટીની એક્સ્પ્રેસ બસ નંબર જીજે 18 ઝેડટી 0856 આવી રહી હતી જે બસ લોકલ બસની પાછળના ભાગમાં અથડાઇ હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને બંને બસમાં નુકશાન થયું છે તેમજ બંને બસમાં બેઠેલા મુસાફરો પૈકીનાં 8 થી 10 જેટલા મુસાફરોને નાના મોટી ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેઓને તાત્કાલિક 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે. અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.









