મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી
મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે
SHARE
મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે
મોરબીમાં શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને તે નિમિત્તે "પંચ પરિવર્તન કથા" યોજાશે.
મોરબીનું શ્રી સરસ્વતી શિશુ મંદિર 1992 થી શિક્ષણમાં કામ કરી રહ્યું છે. અને છ વર્ષ પહેલાં શાળા પરિસરમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા તથા સ્થાપનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારથી લઈને દર વર્ષે મહાસુદ આઠમના દિવસે પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આ વર્ષે 26 જાન્યુઆરીએ ધ્વજવંદન બાદ પાટોત્સવની પૂજા વિધિ થશે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ચાલતા આ વિદ્યાલયમાં પાટોત્સવ નિમિત્તે 25 જાન્યુઆરીએ રાત્રે 9:00 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે "પંચ પરિવર્તન કથા" યોજાશે. સમાજમાં આ પાંચ પરિવર્તનથી વ્યક્તિથી લઈને પ્રકૃતિ સુધી તેની સારી અસરોથી આવનારી પેઢી લાભાનવિત થશે. આ કથાનો લાભ લેવા માટે મોરબીની તમામ રાષ્ટ્રભક્ત તથા પ્રકૃતિ પ્રેમી પ્રજાને સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.