મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત


SHARE





માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત

માળીયા મીયાણા તાલુકાના ખીરસરા ગામે તળાવના વહેણમાં નાહવા માટે ગયેલા વૃદ્ધ પાણીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે મોટા દહીસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા વૃદ્ધ માનસિક બીમારી હોય માનસિક રીતે અશ્વસ્થ રહેતા હતા અને તેઓ પોતાની જાતે એસિડ પી જતા તેનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની માળિયા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના ખીરસરા ગામે રહેતા માનભાઈ ભગાભાઈ વાઘેલા (60) નામના વૃદ્ધ ગામ પાસે આવેલ તળાવના પાણીના નિકાલના વહેણમાં નાહવા માટે થઈને ગયા હતા ત્યારે ત્યાં કોઈ પણ કારણોસર પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા રવુભા મોમૈયાજી જાડેજા (83) નામના વૃદ્ધ છેલ્લા પાંચેક મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા અને માનસિક રીતે અશ્વસ્થ રહેતા હોય પોતે પોતાની જાતે ઘરે એસિડ પી ગયા હતા જેથી તેમનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા મંગળસિંહ રવુભા જાડેજા રહે. વિવેકાનંદનગર મોટા દહીસરા વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News