મારું મોરબી હરિયાળું મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ
મોરબીની સાર્થક વિદ્યામંદિરને સ્વચ્છ વિધાલય પુરસ્કાર
SHARE









મોરબીની સાર્થક વિદ્યામંદિરને સ્વચ્છ વિધાલય પુરસ્કાર
મોરબી જીલ્લા કક્ષાના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને સ્વચ્છતા બાબતે ચાર જીલ્લા કક્ષાના એવોર્ડ પ્રાપ્ત થયા છે. જેમા શાળાની ઓવર ઓલ સ્વચ્છતા, કોરોના સજાગતા અને સાવચેતીના પગલા, ઓપરેશન એન્ડ મેન્ટેનસ તેમજ સાબુથી હાથ ધોવા એમ કુલ ચાર કેટેગરીમાં દરેકમાં ૯૦ ટકા સાથે ફાઈવ સ્ટાર એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ સમારોહ અત્રેના બીઆરસી ભવન ખાતે યોજાયો હતો. જેમાં સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ પ્રવીણભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતા. અને ઉલ્લેખનીય છે એવોર્ડને શાળાના સફાઈ કર્મચારી બહેનોના હાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો.
