વાંકાનેરમાં નવી રાતીદેવડીમાં મોબાઇલની લેતી દેતી બાબતે માથાકૂટ, સામસામી ફરિયાદ નોંધાઈ
મોરબી : માળીયાથી સામખયારી જતી એસટી બસ ટ્રક સાથે અથડાતા ચારને ઈજા
SHARE
મોરબી : માળીયાથી સામખયારી જતી એસટી બસ ટ્રક સાથે અથડાતા ચારને ઈજા
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયાથી સુરજબારી જવાના રસ્તે નવા પુલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એસટીની બસ ટ્રક સાથે અથડાતાં સર્જાયેલા વાહન અકસ્માતમાં ચાર મુસાફરોને ઇજા થતા તેઓને સારવારમાં અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયાથી સામખયારી જતા નવા પુલ પાસે વાહન અકસ્માત થયો હતો જેમાં એસટીની બસ ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇશાભાઈ નાનુભાઈ તડવી (ઉમર ૭૨) રહે.ગાંધીધામ, ભરત બાબુભાઇ પટેલ (ઉમર ૪૭) રહે.આધોઈ(કચ્છ), નટવરજી ચંદરજી મકવાણા (ઉમર ૪૧) રહે.ગાંધીનગર અને નટવર ચકુભાઇ રાઠવા (ઉમર ૩૯) રહે.ડુંગરપુર કવાંટ છોટાઉદેપુર નામના ચાર લોકોને ઇજાઓ થવાથી ચારેયને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ વિસ્તારમાં સ્ટાફ ક્વાટર્સમાં રહેતા જુસબભાઈ અલીભાઈ હરાણી નામના ૬૯ વર્ષીય આધેડ સાઈકલ લઈને જતા હતા ત્યારે સાયકલમાંથી પડી જતા ઈજાગ્રસ્ત થયેલા જુસબભાઈને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા.
રાજકોટ હાઇવે અકસ્માત
મોરબી-રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી પાસે ઓનેસ્ટ હોટલ નજીક ગઈકાલે કાર અને ટ્રક અકસ્માત સર્જાયો હતો જેમાં જામનગરના બે લોકોને ઇજાઓ થતાં સારવારમાં મોરબી ખસેડાયા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક વાહન અકસ્માત થયો હતો જેમાં કાર અને ટ્રક ટકરાયા હોય અવેશ ઉસ્માન ખીરા (ઉમર ૨૯) અને વિનાયક સલીમ ફકીર (ઉમર ૨૫) રહે.બંને જામનગર વાળાઓને ઇજાઓ થતાં બંનેને સારવાર માટે અનવરભાઇએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.
મહિલા સારવારમાં
મૂળ વડોદરાની અને હાલ મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ તુલસીપાર્ક વિસ્તારમાં રહેતી શબીયાબેન રહીમભાઈ ધમાણી નામની ૩૦ વર્ષીય મહિલાને કોઈ કારણોસર તેના જેઠ સાથે બોલાચાલી થયા બાદ જેઠે માર મારતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવી હતી.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”