વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

ધારાસભ્ય-ખેડૂત આગેવાનની મહેનત રંગ લાવી: મોરબીમાં ખેડૂતોને યુરિયા ખાતર મળવા લાગ્યું


SHARE











ધારાસભ્ય-ખેડૂત આગેવાનની મહેનત રંગ લાવી: મોરબીમાં ખેડૂતોને યુરિયા ખાતર મળવા લાગ્યું

મોરબી જિલ્લામાં ગત સપ્તાહમાં ખેડૂતોને ખાતરની જરૂરિયાત હતી ત્યારે ખાતર મળી રહ્યું ન હતું જેથી કરીને ખેડૂતો હેરાન હતા જો કે, ધારાસભ્ય અને ખેડૂત આગેવાનોએ કરેલ જહેમતના લીધે હાલમાં મોરબીમાં ખતરનો જથ્થો આવી ગયેલ છે અને મોરબીના માર્કેટ યાર્ડમાં આવેલા ગોડાઉનમાંથી ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ યુરિયા ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે 

મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો વરસાદ થયેલ છે જેથી કરીને ખેડૂત દ્વારા વરાપ નિકળતાની સાથે ખેતી કામ શરૂ કરવામાં આવ્યું છે અને પાકના સારા વિકાસ માટે ખેડૂતોને ખાતરની જરૂર હોય છે જો કે, ગત સપ્તાહમાં મોરબી જિલ્લામાં ખેડૂતોને ખાતર માટે રાત ઉજાગરા કરે તો પણ ખાતર ન મળે તેવી પરિસ્થિતી હતી જેથી કરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને સહકારી તેમજ ખેડૂત આગેવાન મગનભાઇ વડાવિયા દ્વારા ખેડૂતોને સમયસર ખાતર મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજથી મોરબીના માર્કેટ યાર્ડ માં આવેલા ગોડાઉન ખાતેથી હાલમાં ખેડૂતોને ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ખેડૂતો દ્વારા વરસાદ પડ્યો તેની સાથે જ આગોતરી વાવણી કરી હતી જે પાકને ખાતરની જરૂર હતી જો કે, હાલમાં શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે ખેડૂત કેન્દ્ર ખાતેથી હાલમાં જે ચાર ગાડી ખાતર આવેલ છે તેમાંથી તેની જરૂરિયાત મુજબ ખાતર આપવામાં આવી રહ્યું છે અને હજુ પણ ચાર ગાડી ખાતરની આવી રહી હોવાનું ધારાસભ્ય અને આગેવાને જણાવેલ છે 






Latest News