મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

I Am Proud To Be Voter ; મોરબી જિલ્લામાં કાલે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન


SHARE













I Am Proud To Be Voter ; મોરબી જિલ્લામાં કાલે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા તેમજ સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લાને મતદાનમાં અવ્વલ લાવવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તા ૫/૫ ના રોજ સવારે ૭:૦૦ કલાકે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, મારું મોરબી મતદાનમાં અગ્રેસર મોરબી તે માટે ચાલી રહેલી સ્લીપની કામગીરીના ભાગરૂપે આવતીકાલે તારીખ ૫ મેના રોજ ‘I Am Proud To Be Voter’; રન ફોર વોટ, મોરબી મત આપવા માટે દોડશે એવું આયોજન કરવામાં આવ્યું છે. હું મોરબી જિલ્લા વાસીઓને વિનંતી કરું છું કે, આવતીકાલે સવારે ૭:૦૦ વાગે ઉમિયા સર્કલ થી રન ફોર વોટ એવી એક દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડ ઉમિયા સર્કલ થી શરૂ થઈ રવાપર ચોકડીએ પૂર્ણ થશે. ૧૫૦૦ મીટરની આ રન પર વોટ માટે મોરબી જિલ્લાવાસીઓ નગરજનો સૌ ૬:૪૫ થી ૭:૦૦ વાગ્યા સુધીમાં આવી જવા પણ હું તમને વિનંતી કરું છું. મોરબી ૭ મી તારીખે વોટ આપવા માટે તૈયાર છે તેની પ્રતીતિ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશને કરાવશો તેવી હું અપેક્ષા રાખું છું. આ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ પણ સહભાગી થશે.




Latest News