I Am Proud To Be Voter ; મોરબી જિલ્લામાં કાલે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન
મોરબીનું આરોગ્ય તંત્ર મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે સજ્જ
SHARE







મોરબીનું આરોગ્ય તંત્ર મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે સજ્જ
ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લગભગ જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. આગમી તા. ૭ મે ના રોજ યોજાનાર મતદાનના દિવસે હવામાન વિભાગ દ્વારા કરાયેલ સંભવિત હીટવેવની અસર સામે મોરબી જિલ્લાનો આરોગ્ય વિભાગ જરૂરી તમામ વ્યવસ્થાઓ સાથે સજ્જ છે.
મોરબીમાં ચૂંટણીને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિશે નોડલ ઓફિસર ફોર હેલ્થ અને જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ સંભવિત હીટવેવની અસર સામે મતદાનના દિવસે જિલ્લાનાં મતદાન મથકોએ દવાઓ સહીતની જરૂરી પ્રાથમિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મતદાન કરવા માટે આવતા મતદારોને ગરમીની અસર કે અન્ય કોઈ મેડીકલ જરૂરિયાત જણાય તો તાત્કાલિક મતદાન મથકે જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે દરેક મતદાન મથકોએ ફર્સ્ટ એઈડ કીટ ફાળવવામાં આવી છે. આ કીટમાં પ્રાથમિક સારવાર માટેની દવાઓ, બેન્ડએજ, ટ્યુબ સહીતની તમામ જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે. સાથે-સાથે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ઓ.આર.એસ.)ના પાઉચ તેમજ દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક પર વ્હીલચેર ફાળવવામાં આવી છે
પોલીંગ કર્મીઓને આપવામાં આવેલી ચૂંટણીલક્ષી તાલીમની સાથે-સાથે હીટ વેવ બાબતે શું કરવું ? શું ન કરવું ? તેના લક્ષણો, મેડીકલ જરૂરિયાત સમયે પ્રાથમિક સારવાર, ઓ.આર.એસ. કઈ રીતે બનાવવું સહીતની જરૂરી જાણકારી ડોકટરો દ્વારા આપવામાં આવી છે. ચૂંટણીના એક દિવસ પહેલાં ડિસ્પેચિંગ તેમજ મતદાન બાદ રીસીવિંગના સમયે તમામ વિધાનસભા મતવિસ્તારના ડિસ્પેચિંગ/રીસીવિંગ સેન્ટરો ઉપર કોઈ કર્મચારીને મેડીકલ સારવારની જરૂરિયાત જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની એક મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે હાજર રહેશે.
મેડીકલ ઈમર્જન્સી સમયે પ્રાથમિક તપાસણી કર્યા બાદ વધુ સારવારની જરૂર હશે તો જરૂરિયાત મુજબ જે તે તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવશે. જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૧૬ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેની ૫ એમ કુલ ૨૧ એમ્બ્યુલન્સ મતદાનના દિવસે તૈનાત રહેશે. જિલ્લામાં ૧૧ જેટલી ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવારત રહેશે. અને ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને સારવાર મળી રહે તે માટે PMJAY યોજના હેઠળ મોરબી જિલ્લાની ૫ પ્રાઇવેટ તેમજ ૮ સરકારી હોસ્પિટલો સાથે TIE-UP કરવામાં આવ્યું છે.
