મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના હરીપર (કેરાળા) ગામ પાસેથી લોકોએ શંકાસ્પદ ઈસમને પકડીને પોલીસ હવાલે કરતા પાટીદાર ટાઉનશીપમાંથી ચોરી થયેલ બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો


SHARE

















મોરબીના હરીપર (કેરાળા) ગામ પાસેથી લોકોએ શંકાસ્પદ ઈસમને પકડીને પોલીસ હવાલે કરતા પાટીદાર ટાઉનશીપમાંથી ચોરી થયેલ બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો

 

મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામ પાસેથી એક શંકાસ્પદ ઇસમ બાઇક સાથે મળી આવતા લોકો દ્વારા તેને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો બાદમાં તેની પાસે રહેલ બાઈકના કાગળ માંગવામાં આવતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને બાદમાં પોકેટકોપ એપથી સર્ચ કરવામાં આવતા તેની પાસે રહેલ બાઈક પણ ચોરીનું હોવાનું સામે આવતા આરોપી પકડાયા બાદ તત્કાળ વાહન ચોરીનો ગુનો દાખલ કરાયો હતો અને તાત્કાલિક વાહન ચોરીના ગુનામાં આ ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આ બાબતે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.બગડા તથા સ્ટાફના હરેશભાઈ આગલ, વનરાજભાઈ ચાવડા, ફતેસિંહ પરમાર, ભગીરથભાઈ લોખિલ, દિનેશભાઈ બાવળીયા અને કુલદીપભાઈ કાનગઢ વિગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે મોરબીના હરીપર (કેરાળ) ગામના પાટીયા પાસેથી હિરો હોન્ડા બાઇક નંબર જીજે ૨૩ એઇ ૩૧૮૪ સાથે એક ઇકમ નીકળતા તેને અટકાવીને તેની પૂછપરછ કરવામાં આવતા અને તેની પાસેના બાઈકના પેપર માગવામાં આવતા તે ગલ્લા તલ્લા કારવા લાગ્યો હતો.જેથી સ્ટાફ પૈકીના ભગીરથભાઈ લોખીલે પોકેટ કોપ એપ્લિકેશન વડે સર્ચ કરતા આ મોટરસાયકલના માલિક તરીકે લખધીરભાઈ મેઘજીભાઈ ચૌહાણ રહે.બીલદુડા તાલુકો માણાવદર જી.જુનાગઢ હોવાનું સામે આવ્યું હોય શંકા જણાતા તેને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો અને બાદમાં ઉલટ તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે, આ બાઈકના માલિક લગધીરભાઈ ચૌહાણ દ્વારા તેઓનું બાઈક વેચી દેવામાં આવ્યું હતું અને તેઓએ હાલ આ બાઈક ચેતનભાઇ ભગવાનજીભાઈ ટાંક જાતે કડિયા હાલ રહે.પાટીદાર ટાઉનશીપ માળિયા હાઇવે સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે.પીપલાણા તાલુકો માણાવદર જી.જુનાગઢ વાળાને વેચી દીધું હતું.જો કે નામ ટ્રાન્સફર થયું ન હોય તેઓનું નામ બોલતું હોવાનું સામે આવ્યું હતું અને હાલમા જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશિપમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના પીપલાણા ગામના રહેવાથી ચેતનભાઇ ભગવાનજીભાઈ ટાંક જાતે કડિયા (૩૦) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, પાટીદાર ટાઉનશીપના પાર્કિંગમાં તેઓને પોતાનું બાઈક નંબર જીજે ૨૩ એઇ ૩૧૮૪ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે.જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.

અત્રે નોંધનીય છે કે મોરબીના હરીપર ગામે લોકો દ્વારા શંકા જણાતા બાઈક સાથે મળી આવેલા ઈસમને પકડીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો અને બાદમાં પોલીસે સર્ચ કરતા તેની પાસે રહેલ બાઇક તે ઇસમનું ન હોય રૂા.૨૫ હજારની કિંમતના બાઈક સાથે કલમ ૪૧(૧)ડી હેઠળ આસુરામ ચૌધરીને રાઉન્ડ અપ કરી ઉલટ તપાસ કરવામાં આવતા મોરબીના પાટીદાર ટાઉનશિપમાંથી ચોરી થયેલા બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.આ બાઈક ચોરીના ગુનામાં હાલમાં પોલીસે બાઈક સાથે જે તે સમયે મળી આવેલા આસુરામ માંગીલાલ ચૌધરી જાટ (૨૫) ધંધો ટ્રક ક્લીનર મૂળ રહે.ચૌન તા.જી. બાડમેર રાજસ્થાન ની ઉપરોક્ત વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી અને તે અન્ય કોઈ વાહન ચોરીમાં પણ સંડાવાયેલો છે કે કેમ..? તે દિશામાં પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.અત્રેએ બાબત પણ નોંધણી છે કે, મોરબી જિલ્લાના કોઈપણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ્યારે પણ વાહન ચોરી થાય ત્યારે એક સપ્તાહથી લઈને એક મહિના સુધી વાહન ચોરીના ગુના નોંધાતા નથી અને ભોગ બનનાર ફરિયાદી ફરીયાદ નોંધાવવા ધક્કા ખાતા હોય તેવું જોવા મળતું હોય છે.ત્યારે લોકો દ્વારા આરોપીને મુદામાલ સાથે પકડીને પોલીસ સ્ટેશન હવાલે કરાતા તાત્કાલિક ચોરીનો ગુનો દાખલ કરીને તાત્કાલિક ચોરની ધરપકડ કરવામાં આવી હતી..! આવી જ ચપળતા અન્ય બનાવો સમયે પણ ગુના દાખલ કરવામાં રાખવામાં આવે તે જરૂરી છે.




Latest News