મોરબીમાં ખેતરેથી ઘરે જતાં વૃદ્ધને ચાલુ બાઈકે ચક્કર આવતા રોડ ઉપર પડવાથી મોત
અમદાવાદથી બહેનના ઘરે આવેલ યુવતીએ અણધાર્યુ પગલુ ભર્યુ
SHARE
અમદાવાદથી બહેનના ઘરે આવેલ યુવતીએ અણધાર્યુ પગલુ ભર્યુ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં રહેતી બહેનના ઘરે અમદાવાદથી આવેલ નાની બહેને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના મોટા બહેન મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉના તાલુકાના ગાગડા ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા અને અભ્યાસ કરતા હિરલબેન પ્રવીણભાઈ રાઠોડ જાતે અનુ.જાતિ (૧૮)એ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક-૨ ખાતે રહેતા તેના મોટા બહેન ટ્વિંકલબેન પ્રવીણભાઈ રાઠોડ (૨૪)ના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતક યુવતીના મોટા બહેને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી જાણવા મળતી માહિતિ પ્રમાણે મૃતક હિરલબેન અમદાવાદ ખાતે રહીને અભ્યાસ કરે છે અને તે ત્યાંથી પોતાના મોટા બહેન ટ્વિંકલબેન મોરબી તાલુકાના ગાળા ગામે આરોગ્ય વિભાગમાં કામ કરે છે જે મોરબીના મીરા પાર્કમાં રહે છે ત્યાં તેના ઘરે આવ્યા હતા અને તેને કોઈપણ કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે વધુમાં મળતી માહિતિઉ મુજબ મૃતક યુવતીના માતા પિતા બોમ્બે રહે છે અને તેનો એક નાનો ભાઈ છે જે તેઓની સાથે રહે છે જોકે, ત્રણ બહેનો અભ્યાસ કરે છે અને મોટા બહેન ટ્વિંકલબેન મોરબી ખાતે નોકરી કરે છે તેવી વિગતો સામે આવેલ છે અને આ યુવતીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે