મોરબી વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના બાળકો નેશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યા
મોરબીના ભડીયાદ ગામ પાસે વોકળાના પાણીમાંથી કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી
SHARE






મોરબીના ભડીયાદ ગામ પાસે વોકળાના પાણીમાંથી કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી
મોરબીના ભડીયાદ ગામની સીમમાં કારખાનાના લેબર ક્વાર્ટરની કોલોની પાછળ આવેલ ઉંડા વોકળાના પાણીમાં ડૂબી ગયેલ હાલમાં કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી જેથી કરીને તેની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં પોલીસે મૃતક યુવાનનું ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણ્યો ૩૫ થી ૪૦ વર્ષનો યુવાન તા.૫/૭ ના સવારે ૧૦:૩૦ કલાક પહેલા કોઇ સમયે મોરબી તાલુકા ભડીયાદ ગામની સીમમાં મિલેનિયા સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની કોલોની પાછળ આવેલ ઉંડા વોકળાના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે યુવાનની કોહવાયેલ હાલતમાં પાણીમાં તરતી લાશને બહાર કાઢી હતી અને મૃતકના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને મૃતક અજાણ્યા યુવાનનું ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે. આ મૃતક યુવાનના ગળાના ભાગે કાળો દોરો પહેરેલ છે. અને જમણા કાનની બુટીમાં પીળી ધાતુની કડી પહેરેલ છે., કાળી સફેદ કલરની ચેકસ ડિઝાઇન વાળો શર્ટ અને કાળુ નાઇટ ટ્રેક પહેરેલ છે. હાલમાં પીએમ કરીને ઓળખ સારૂ મોરબીની સરકારી હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં મૃતકના બોડીને રાખવામા આવેલ છે. અને આ યુવાનની કોઈને ઓળખ હોય અથવા તો તેના વાલી વરસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.વી.સોલંકી (૭૯૯૦૨ ૪૮૪૮2)નો સંપર્ક કરવા જણાવ્યુ છે.


