હળવદ યાર્ડના વેપારી સાથે ૬૯.૬૪ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો મોરબીમાં ધુળેટીના દિવસે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખોખરા હનુમાન ખાતે આનંદ ઉત્સવ ઉજવાયો મોરબીના કડીવાર પરીવારે તેઓના દાદાની ૩૦ મી પુણ્યતીથીએ કીડીયારું પુરીને તેમજ ગૌસેવાનું કામ કરીને શ્રધ્ધાંજલિ આપી 1 એપ્રિલ થી 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં: મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગમાં લેવાયો નિર્ણય મોરબીના બે સ્મશાન ગૃહમાં સરકારી 1.50 કરોડની ગ્રાન્ટમાંથી બનેલ ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું મોરબી જીલ્લામાં ગૌવંશ કતલના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસરમાં આધેડની હત્યાના ગુનામાં હવે મૃતકના દીકરાની ધરપકડ: અગાઉ પકડાયેલ પત્ની-સાળાના રિમાન્ડ મંજૂર


SHARE











માળીયા (મી)ના અંજીયાસરમાં આધેડની હત્યાના ગુનામાં હવે મૃતકના દીકરાની ધરપકડ: અગાઉ પકડાયેલ પત્ની-સાળાના રિમાન્ડ મંજૂર

માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે આધેડે તેની દીકરી ઉપર નજર બગાડતા આધેડની તેની જ પત્નીએ ગળાટુંપો આપીને હત્યા કરી નાખી હતી. અને ત્યાં બાદ હત્યાના બનાવને અકસ્માત કે આપઘાતમાં ખપાવવા માટે મહિલાએ તેના ભાઈ અને દીકરાની સાથે મળીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો જે ગુનામાં પહેલા પોલીસે મૃતકની પત્ની અને સાળાની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કરલે છે અને આ ગુનામાં પોલીસે હાલમાં મૃતકના દીકરાની ધરપકડ કરેલ છે.

માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે રહેતા સાહિલભાઈ હાજીભાઈ મોવર (23)એ તેના પિતાની હત્યાની ફરિયાદ તેની જ માતા અને મામાની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે મૃતકના પત્ની શેરબાનુ હાજીભાઈ મોવર અને સાળા ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડની પોલીસે ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં કોર્ટે તેના એક દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી પોલીસે દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને આ ગુનામાં પોલીસે હવે મૃતકના નાના દીકરા નબીબભાઇ હાજીભાઇ મોવર (19) રહે. અંજીયાસર માળીયા વાળાની ધરપકડ કરેલ છે.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદીના પિતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર (55)એ તેની જ સગી દીકરી ઉપર નજર બગાડી હતી. જેથી ફરિયાદીની માતા શેરબાનુ હાજીભાઈ મોવરએ તેને ચા અને શાકમાં બેભાન થવા માટેની ટીકડીઓ આપી હતી અને તે બેભાન થઈ જતા તેને ચુંદડી વડે ગળાટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી. બાદમાં શેરબાનુબેને તેના ભાઈ ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડને બોલાવીને રીક્ષા લાશને લઈને જઈને મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ તરફ જવાના કાચા રોડ ઉપર તલાવડામાં ગળેચુંદડી બાંધીને મોટરસાયકલની એંગલ સાથે તે ચુંદડી બાંધીને લાશને ત્યાં ફેંકી દીધી હતી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

હાલમાં જે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના વિષે તપાસનીસ અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મહિલાએ તેના પતિની હત્યા કર્યા બાદ તેની લાશનો નિકાલ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો તેમાં મૃતકના નાના દીકરાએ પણ આરોપીઓની મદદગારી કરી હતી જેથી હત્યાના આ ગુનામાં તેની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે કાવેરી કાંટા નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજુભાઈ પ્રભુભાઈ આદ્રોજિયા (35) નામના યુવાનને ઇજા થયેલ હતી આવી જ રીતે ત્યાં આવેલ પરમેશ્વર કાંટા પાસે મારા મારી થયેલ હતી જેમાં રાણાભાઈ જગાભાઈ ભરવાડ (42) રહે. કુબેર ટોકીઝ પાછળ વાળને પણ ઇજા થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા કિશોરભાઈ જયરાજભાઇ દેત્રોજા (42) નામના યુવાને કોઈ કારણસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં મંગલમ હોસ્પિટલ ખાતે તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ કર્યા બાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.








Latest News