મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસે ચાલુ ટ્રકમાંથી યુવાને નીચે કૂદકો માર્યો: કપાળ-આંખ પાસે ઇજા થતાં સારવારમાં


SHARE













માળીયા (મી)ના હરિપર પાસે ચાલુ ટ્રકમાંથી યુવાને નીચે કૂદકો માર્યો: કપાળ-આંખ પાસે ઇજા થતાં સારવારમાં

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર માળિયા નજીક આવેલ હરીપર બ્રિજ પાસે ચાલુ ટ્રકમાંથી યુવાને કૂદકો મારી દીધો હતો જેથી તે યુવાનને કપાળ અને ડાબી આંખ પાસે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના શહારનપુરનો રહેવાસી આફ્રિદ શાહબાઝ ચૌધરી (22) નામનો યુવાને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ હરિપર ગામ પાસે બ્રિજ નજીક ચાલુ ટ્રકમાંથી નીચે કૂદકો મારતા તેને કપાળના ભાગે તથા ડાબી આંખ પાસે ગંભીર ઈજા થઈ હતી જેથી તને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં માળિયા તાલુકાના હરીપર ગામ પાસે બ્રિજ નજીકથી ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ ટ્રકમાંથી આ યુવાને કૂદકો માર્યો હતો જેથી તેને શરીરે ઇજા થઇ હોવાથી સારવારમાં લઈને આવ્યા હતા જો કે, યુવાને ક્યાં કારણોસર ચાલુ ટ્રકમાંથી કૂદકો માર્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવમાં આવી રહી છે.

બાઇક આડે કૂતરું આવતા અકસ્માત

ટંકારાના ગોકુળનગર ખાતે રહેતા લીરીબેન પોલાભાઈ ઝાપડા (57) બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબી ટંકારા હાઈવે રોડ ઉપર આવેલ લજાઈ ગામ પાસે હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો અને અકસ્માતમાં બનાવમાં મહિલાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યા સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી




Latest News