વાંકાનેરના ધારાસભ્યની હાજરીમાં જાલસિકા ગામે રહેતા ડાંગર પરિવારને સહાયનો ચેક અર્પણ
ટંકારા પાલિકાની વોર્ડની રચના, સીમાંકન, બેઠક ફાળવણીનો પ્રાથમિક આદેશ રદ
SHARE
ટંકારા પાલિકાની વોર્ડની રચના, સીમાંકન, બેઠક ફાળવણીનો પ્રાથમિક આદેશ રદ
ટંકારા નગરપાલિકાની વોર્ડ રચના, સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી જો કે, ગાંધીનગર રાજ્ય ચુંટણી આયોગ દ્વારા ટંકારા નગરપાલિકાની વોર્ડ રચના, સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી માટે તા. 13/11/24 ના રોજ પ્રાથમિક આદેશ કરવામાં આવેલ હતો તેને રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે
ટંકારા પાલિકાની રચના સરકાર દ્વારા તા 13/11/24 ના જાહેરનામાંથી કરવામાં આવી છે જેમાં ટંકારા ગ્રામ પંચાયત, આર્યનગર ગ્રામ પંચાયત અને કલ્યાણપર ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમજ તા. 18/8/24 ના ટંકારા પાલિકાના વોર્ડ, બેઠકો (અનામત બેઠકો સહીત) નક્કી કરવામાં આવી હતી જેના આધારે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 7 ની જોગવાઈ હેઠળ રાજ્ય ચુંટણી આયોગે તા. 13/11/24 ના આદેશથી પાલિકાની ચુંટણી માટે વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો હતો
સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા. 14/11/24 ના જાહેરનામાંથી વંચાણ-1 વાળું જાહેરનામું રદ કરી ટંકારા ગ્રામ પંચાયત અને આર્યનગર ગ્રામ પંચાયતને ભેળવી ટંકારા પાલિકાની રચના કરી છે જેથી અગાઉ જાહેરનામામાં સમાવેશ કરેલ કલ્યાણપર ગ્રામ પંચાયતનો હવે સમાવેશ કરેલ નથી. નવીન અસ્તિત્વમાં આવેલ ટંકારા પાલિકામાંથી સરકારના જાહેરનામાં મુજબ કલ્યાણપર ગ્રામ પંચાયત દુર કરવામાં આવતા રાજ્ય ચુંટણી આયોગના ટંકારા પાલિકાની ચુંટણી માટે વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણીનો પ્રાથમિક આદેશ મૂળ અસરથી રદ કરવામાં આવેલ છે અને હવે ટંકારા પાલિકાના વોર્ડની સંખ્યા, બેઠકો અને અનામત બેઠકો નક્કી થયા બાદ આગળની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળેલ છે.