મોરબી-જામનગર વચ્ચે આવેલ માવના ગામ ખાતે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધાનું મોત
SHARE









મોરબી-જામનગર વચ્ચે આવેલ માવના ગામ ખાતે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધાનું મોત
મોરબી અને જોડિયા વચ્ચે આવેલા માવના ગામ ખાતે રહેતા વૃદ્ધા રોડ ક્રોસ કરતા હતા ત્યારે તેઓને કાર ચાલકે હડફેટે લેતા તેઓને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જોકે અત્રે તેઓને મૃત જાહેર કરાયા હતા અને મોરબી પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનીક પોલીસે આ સંદર્ભે આગળની તપાસ માટે જોડિયા પોલીસને જાણ કરેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી પાસેથી મળતી માહિતી પ્રમાણે, મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધાને ઈજાગ્રત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા માવનું ગામ ખાતે રહેતા લક્ષ્મીબેન કાંતિભાઈ રાઠોડ નામના ૬૦ વર્ષના વૃદ્ધાને ગામ નજીક રોડ ક્રોસ કરતાં સમયે કાર નંબર જીજે ૧૨ ઇઇ ૦૪૩૪ ના ચાલકે હડફેટ લીધા હતા. જેથી ઇજાગ્રસ્ત લક્ષ્મીબેન રાઠોડને બેભાન હાલતમાં ૧૦૮ વડે અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જોકે અહીં જોઈ તપાસીને ડોકટર દ્વારા તેઓને મૃત જાહેર કરાયા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એમ.એચ. વાસાણીએ પ્રાથમિક તપાસ કરી હતી.જોકે બનાવ જોડિયા પંથકનો હોય આગળની તપાસ માટે જોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.
દવા પી જતા સારવારમાં
ટંકારાના જબલપુર ગામે રહેતા અરવિંદભાઈ ધીરૂભાઈ પ્રજાપતિ નામના ૫૫ વર્ષીય વૃદ્ધ કોઈ કારણોસર મકાઈમાં છાંટવાની દવા પી ગયા હતા. જેથી ટંકારા ખાતે પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.તેમજ હળવદના જુના દેવળિયા ગામે રહેતા રંજનબેન નવઘણભાઈ કોળી નામના ૩૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે વાંકાનેરના ઢુવા ગામ નજીક બાઈકમાંથી પડી જતા માથાના ભાગે ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
મહિલા સારવારમાં
મોરબીના નવલખી રોડ અમૃતપાર્ક વિસ્તારમાં રહેતા ઉષાબા વિજયસિંહ ચુડાસમા નામના ૩૪ વર્ષીય મહિલા બાઇકમાં પાછળ બેસીને સુરેન્દ્રનગર જિલ્લાના તાવી ગામ તરફ જતા હતા.ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા ઉષાબાને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.તેમજ મોરબી ખાતે રહેતો હિતેશ જમનાદાસ ભાડેજા નામનો ૩૫ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે લખધીરપુર રોડ કેનાલ પાસે બાઈક સ્લીપ થતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
મોરબી વીસીપરામાં રેલ્વે સ્ટેશન પાછળ આવેલ ખાડા વિસ્તારમાં રહેતા અનિલગીરી મનહરગીરી બાવાજી નામના ૩૦ વર્ષના યુવાનને રાત્રિના આઠેક વાગ્યે આશાપુરા હોટલ પાસે મસ્જીદ નજીક મારામારીમાં ડાબા પગના ભાગે ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે હાલ એ ડિવિઝન પોલીસ મથકના ઉજવલદાન ટાપરિયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમજ મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે પાડા પુલના વણાંક પાસે રિક્ષામાં જતા સમયે રીક્ષા બોલેરો સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ફરીદાબાનુ અમીનભાઈ કાજડીયા (ઉમર ૧૪) નામની બાળકીને ઇજાઓ થઈ હતી.જેથી અત્રેની ક્રિષ્ના હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી.જેથી હાલ બી ડિવિઝનમાં જાણ કરાતા સ્ટાફના હિતેશભાઈ મકવાણાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.
