વાંકાનેરના ગ્રીન ચોક પાસે આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ
મોરબીમાં આવેલ વધુ એક સ્પામાં કુટણખાનું ઝડપાયું: સ્પાના બે માલિકોની ધરપકડ
SHARE








મોરબીમાં આવેલ વધુ એક સ્પામાં કુટણખાનું ઝડપાયું: સ્પાના બે માલિકોની ધરપકડ
મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલ વિકાસ ચેમ્બરમાં સનમૂન સ્પામાં આવેલ છે તેમાં કુટણખાનું ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર કુટણખાનું ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન સહિત કુલ મળીને 13,500 નો મુદામાલ કબજે કર્યો હતો અને સ્પાના બે માલિકોની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર આવેલા સ્પામા અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ગયું છે તેવામાં મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલ વિકાસ ચેમ્બરમાં ત્રીજા માળે સ્પામાં કુટણખાનું ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં સનમૂન સ્પામાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર બહારથી મહિલાઓને બોલાવીને કુટણખાનું ચલાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને 3,500 ની રોકડ, 10000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન સહિત કુલ મળીને 13,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્પાના માલિક ભાવેશભાઈ સદાશિવભાઈ ખમકાર (30) રહે. હાલ સનમૂન સ્પા મોરબી મૂળ રહે. વડોદરા તથા રાહુલભાઈ વિનોદભાઈ સોલંકી (26) રહે. અમરેલી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તે બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગારની રેડ
મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ ભડીયાદ કાંટે ચબૂતરા પાસે જાહેરમાં વરલીના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા નિમેષ અશ્વિનભાઈ મીરાણી (35) રહે. વાઘપરા શેરી નં-13 મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 2700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમા રહે. સામાકાંઠે સોઓરડી શેરી નં-4 મોરબી વાળાના કહેવાથી તે વરલી જુગારના આંકડા લેતો હોવાનું સામે આવ્યું હતું જેથી આ બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને અફઝલ સમાને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

