મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા-સીટી પુરવઠા તંત્રની બાબતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખીત રજુઆત


SHARE















મોરબી જીલ્લા-સીટી પુરવઠા તંત્રની બાબતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખીત રજુઆત

મોરબીના જાગૃત નાગરીક પી.પી.જોષીએ અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને પત્ર લખીને રજુઆત કરેલ છેકે મોરબી જીલ્લામાં તેમજ સીટી વિસ્તારમાં પુરવઠા વિભાગના પ્રશ્નોને લીધે લોકો હેરાન છે.

તેઓએ વધુમાં જણાવેલ છે કે હાલમાં મોરબી જીલ્લામાં પુરવઠા વિભાગમાં પુરતો સ્ટાફ હોવા છતા અરજદારના કામો સમયસર થતા નથી.જયારે જીલ્લા પુરવઠા કચેરીમાં ફકત બે કર્મચારી હતા ત્યારે સરળતાથી કામ થતુ નથી જોકે હાલમાં પુરતો સ્ટાફ છે છતાં પ્રજા હેરાન થાય છે આવુ કેમ ? સસ્તા અનાજની દુકાનના દુકાનદારો સમયસર દુકાન ખોલતા નથી, દુકાન ઉપર કોઈ પણ જાતના નિયમાનુસાર બોર્ડ લગાવતા નથી જેમાં ગ્રાહકને શુ મળે છે ? અને કેટલો જથ્થો મળે છે ? તેના ખ્યાલ આવતો નથી.કોઈપણ દુકાનનું ઉચ્ચ અધીકારીઓ દ્રારા સપ્રાઈઝ વીઝીટ થતી નથી.દુકાનદારોએ જે પૈસા સરકારને ભરવાના થાય છે તે સમયસર ભરતા નથી.જેથી ગ્રાહકને સમયસર પોતાને મળતો રાશનનો જથ્થો મળતો નથી.દુકાન ઉપર દુકાનદારે પોતાના મોબાઈલ નંબર લખવા જોઈએ જે લખતા નથી અને ગ્રાહકો ધકકા ખાય છે.

મોરબી સીટી પુરવઠા વિભાગમાં રેશનકાર્ડનું આડેધડ વિભાજન કરેલ હોય રેશનકાર્ડ ધારકને દુર સુધી રાસન લેવા જવુ પડે છે અને રીક્ષા ભાડાના ખર્ચ થાય છે અને પ્રજાના આવા પ્રશ્નો ઉકેલ લાવામાં કોઈને રસ નથી આ બાબતે કલેકટર તથા પુરવઠા અધિકારી પાસે અવાર-નવાર રૂબરૂ રજુઆતો કરેલ છે.પરંતુ નિકાલ થતો નથી ! દુકાનદારની પણ ફરીયાદ છે કે અમોને છેલ્લા ચાર મહીનાથી કમીશન મળેલ નથી.જેથી તેઓ પણ મુશ્કેલીમાં છે.ગુજરાતની ભાજપ સરકાર ગરીબો પાછળ કરોડો રૂપિયા અનાજનો ખર્ચ કરે છે પરંતુ અધિકારીઓની અણ આવડત અને બેદરકારીને કારણે પ્રજા પરેશાન થાય છે અને બદનામ સરકાર થાય છે.આ બાબતે મોરબી જીલ્લામાં અને સીટી પુરવઠામાં વહેલી તકે કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલી દુર કરવામાં આવે તેવી પી.પી.જોષીએ રજુઆત કરેલ છે.




Latest News