મોરબીમાં આરોગ્ય કર્મચારીએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી
SHARE








મોરબીમાં આરોગ્ય કર્મચારીએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી
મોરબીના આંદરણા ગામે આરોગ્ય કર્મચારી નરેશભાઈ એમ.પરમારએ તેના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી અને આંદરણા ગામની જરૂરીયાતમંદ બે હાઈરિસ્ક સગર્ભા મહિલાઓને "સ્વસ્થ મા – સ્વસ્થ બાળક" અંતર્ગત લીલા શાકભાજી સાથેની પોષણ કીટ વિતરણ કરી તેઓને તંદુરસ્તી માટે જરૂરી માર્ગદર્શન આપેલ હતું સાથે સાથે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ટીબીના ત્રણ દર્દીઓને પોષણયુક્ત આહાર માટે રાશન કીટ આપી હતી આટલું જ નહીં આ ઉપરાંત બાલ વાટીકા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ, રેન બસેરા મોરબી ખાતે નાના ભૂલકાઓના હાથે કેક કપાવી તથા તેઓના સર્વાંગી વિકાસ માટે બ્લોક્સ, ચેસ, ફુલ રેકેટ , કિચન સેટ તથા શૂટ બોલ જેવા રમકડા પણ આપ્યા હતા આમ જન્મ દિવસની ઉજવણી કરીને અન્ય લોકોને પ્રેરણા આપી હતી.
