મોરબીના હરિહર ધામ ખોખરા હનુમાન મંદિર ખાતે કાલે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન
SHARE








મોરબીના હરિહર ધામ ખોખરા હનુમાન મંદિર ખાતે કાલે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન
મોરબીના બેલા ગામ પાસે આવેલ હરિહર ધામ ખોખરા હનુમાન મંદિર ખાતે તા 24 ને રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું છે અને આ કેમ્પનો મોરબી, માળિયાના નેશનલ હાઈવે ઉપર આવેલા ગામોમાંથી વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેના માટે નવા બસ સ્ટેશનથી ખોખર હનુમાન મંદિર અને માળિયા તાલુકા પંચાયતથી ખોખરા હનુમાન મંદિર જવા માટે સવારે ૭-૩૦,૮-૩૦અને ૯-૩૦ કલાકે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી માળિયા હાઈવે ઉપર આવેલ તમામ ગામના લોકોને આ સેવાનો લાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી.
