મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાત્રિના વ્યવસાય ધંધા ચાલુ રાખવા તેમજ નવલખી રોડ બાબત આવેદન
મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજે યુનિવર્સિટીની બેડમિન્ટન સ્પર્ધામાં મેળવ્યો બીજો અને ત્રીજો ક્રમ
SHARE









મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજે યુનિવર્સિટીની બેડમિન્ટન સ્પર્ધામાં મેળવ્યો બીજો અને ત્રીજો ક્રમ
સૌરાષ્ટ યુનિવર્સિટી રાજકોટ આયોજિત ઇન્ટર કોલેજ (ભાઈઓ) બેડમિંટન સ્પર્ધામાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી એવા બંને સગા ભાઈઓ ચિરાગ ચૌહાણ અને અમૂલ ચૌહાણે અનુક્રમે દ્વિતીય તથા તૃતીય સ્થાન મેળવેલ છે.આ સ્પર્ધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૨૫ ઓગસ્ટના રોજ યોજાયેલ.કોલેજના સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર ડૉ.એન.જી.કોડિયાતરના માર્ગદર્શન અને સંચાલન હેઠળ આ બંને ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને ખેલાડીઓએ બેંગ્લોરની નામાંકિત શિવા સ્પોર્ટ્સ એકેડમી ખાતે ૪૫ દિવસની ખાનગી ધોરણે પ્રેક્ટિસ કરી હતી.તેમની આ સિદ્ધિને કોલેજ પરિવારે બિરદાવે છે.તેઓ આગામી સાઉથ નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
