ટંકારામાં નવરાત્રિ પહેલા ગરબીના ચાચરચોક-ગટરના ઢાંકણાનુ રિપેરિંગ કરવા રજૂઆત
મોરબીના મકનસર-બંધુનગર ગામની સમસ્યાનો સુખદ અંત
SHARE









મોરબીના મકનસર-બંધુનગર ગામની સમસ્યાનો સુખદ અંત
મોરબીના મકનસર તથા બંધુનગર ગામ પાસે આવેલ 8-A નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈ મોરબી ખાતે જિલ્લા કલેક્ટર તથા નેશનલ હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની આગેવાનીમાં ગામના આગેવાનો તથા સરપંચઓએ હાજરી આપી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી. ત્યાર બાદ બેઠક દરમિયાન મકનસર ગામના સરપંચ અવચરભાઈ દેગામ, બંધુનગર ગામના સરપંચ શેલેશભાઈ દલસાનીયા તથા બંધુનગર ગામના ઉપસરપંચ રમેશભાઈ ભાડજા, સામજિક યુવા આગેવાન ત્રિગુણભાઈ કૈલા, નૈમિશભાઈ પ્રજાપતિ અને ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને કલેક્ટરે રજૂઆતને ગંભીરતાથી લઈ શકાય નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવવા ગંભીરતાથી ચેતવણી આપી તથા જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.
