મોરબીની વાવડી ચોકડી પાસે છોકરી બાબતે માથાકૂટમાં યુવાનની હત્યા: ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
મોરબી નોટરી એસો. પ્રમુખ પદે જીતુભાઈ પટેલની વરણી
SHARE









મોરબી નોટરી એસો. પ્રમુખ પદે જીતુભાઈ પટેલની વરણી
મોરબી નોટરી એસો.ની બેઠક લાલબાગ ખાતે મળી હતી જેમાં આગામી વર્ષ માટેના પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. અને ત્યારે મોરબી નોટરી એસો.ના પ્રમુખ પદે જીતુભાઈ પટેલની વરણી કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લા નોટરી એસો.ની મિટિંગ મળી હતી જેમાં મોરબી જીલ્લા નોટરી એસો.ના નવા પ્રમુખ તરીકે જીતુભાઈ આર પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તે ઉપરાંત ઉપપ્રમુખ પદે વિરેન્દ્રભાઈ મહેતા, સેક્રેટરી પદે હિરેન નિમાવત, જોઈન્ટ સેક્રેટરી પદે અનિરુધ્ધસિંહ ઝાલા તેમજ કારોબારી સભ્ય તરીકે નીતિન પંડ્યા, નીલેશ ગોસ્વામી, રઘુવીરસિંહ ઝાલા, હેતલબેન મહેશ્વરી, એ.પી. કંઝરિયા, આર.એસ.મેવાડા અને રાધિકાબેન મીરાણીની વરણી કરવામાં આવી હતી ત્યારે નવનિયુક્ત પ્રમુખ સહિતના હોદેદારોને આવકારીને ભાવેશભાઈ ફૂલતરીયા, બી.કે. ભટ્ટ, અશોકભાઇ પટેલ, જે.ડી.જામંગ સહિતના નોટરીઓએ શુભકામનાઓ પાઠવી હતી.
