મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ
મોરબીના લાલપર નજીક કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
SHARE









મોરબીના લાલપર નજીક કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબીના લાલપર ગામનો સીમમાં આવેલ સિરામિક કારખાનામાં કોઈ કારણોસર યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે રહેતા રાજકુમાર રાજારામ જયસ્વાલ (35) નામના યુવાને મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સોરીસો કારખાનામાં કોઈ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ સી.કે.પઢીયાર ચલાવી રહ્યા છે.
