મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

કોર્ટના આદેશ પછી કાર્યવાહી !: મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડ, આરડીસીની મોરબી ગ્રામ્ય બ્રાન્ચના મેનેજર સહિત 5 સામે નામ જોગ ફરિયાદ


SHARE

















કોર્ટના આદેશ પછી કાર્યવાહી !: મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડઆરડીસીની મોરબી ગ્રામ્ય બ્રાન્ચના મેનેજર સહિત 5 સામે નામ જોગ ફરિયાદ

મોરબી જિલ્લામાં બોગસ કાગળો કરી ખેડૂતોની સોનાના લગડી જેવી કીમતી જમીન પચાવી પાડવાના અનેક કિસ્સાઓ જગજાહેર છે. તેવામાં વધુ એક કિસ્સો સામે આવેલ છે જેમા મોરબીના નવાગામ (લગધીરનગર) ના ખેડૂતની કિંમતી જમીન પચાવી પાડવા માટે થઈને કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની પોલીસ વિભાગ દ્વારા જે તે સમયે ફરિયાદ લેવામાં ન આવતા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને કોર્ટે તમામ આધાર પુરાવા અને ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને રાખીને આ બનાવમાં તમામ સામે ગુનો દાખલ કરવા માટે આદેશ કર્યો છે જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં આરડીસીની મોરબી ગ્રામ્ય બ્રાન્ચના મેનેજર સહિત 5 શખ્સોની સામે નામ જોગ ફરિયાદ નોંધીને આરોઈઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબીના નવાગામના ખેડુત પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજા (71) ની ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાનાં મોજે જાસપુર ગામ ના રેવન્યુ સર્વે  નંબર 252 અને 161 ની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા ડો. કનૈયાલાલ સુદરજી દેત્રોજા, (એમ.ડી. GLDC) તથા તેનો દીકરો વિશ્વાસ દેત્રોજાગુરુકૃપા હોટલના ભાગીદાર ઉપેન્દ્ર ભાગવાનજી કસુંદ્રા તથા આર.ડી.સી. બેન્ક ગ્રામ્ય સાખા મોરબી મોરબીના કર્મચારીઓએ પૂર્વ આયોજિત સડયંત્ર કર્યુ હતુ અને એકબીજા સાથે મેળાપીપણું કરીને બોગસ અને બનાવટી ડૉક્યુમેન્ટને સાચા તરીકે રજૂ કરીને ખોટી સમજ આપીને પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાની કીમતી જમીનના રેકર્ડમાં પોતાનું નામ દાખલ કરાવી નાખ્યુ હતુ તથા અવેજની રકમ 1.61 કરોડનું ટ્રાન્જેકશન દેખાડવા ખાતા ધારકની જાણ વિના બારોબાર બેન્ક કર્મચારીની મદદ થી ચેકબુક મેળવી હતી અને ખાતા ધારકની ખોટી સહીઓ કરીને કરોડો ની રકમનું આર.ટી.જી.એસ. ટ્રાજેક્સન કરી ગૂનો કર્યો હતો.

જે બનાવની વર્ષ 2022 માં ફરિયાદીએ પ્રથમ પી.આઈ. એ ડિવિજન મોરબી તેમજ પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપેલ હતી. પરંતુ અંદાજે પાંચ થી છ મહિના બાદ પણ ફરિયાદ બનતી નથી (ગુનો નથી બનતો) તેવું પોલીસએ રિપોર્ટમાં જણાવેલ હતું જેથી વર્ષ 2023 માં ફરિયાદીએ પોતાના વકીલ મારફતે મોરબીના કોર્ટ માં સી.આર.પી.સી. કલમ 156(3) મુજબઆઈ. પી. સી. કલમ 420465467468471120બી11434 વિગેરે મુજબ ફરિયાદ દાખલ કરવા અરજ કરેલ હતી. જે અનુસંધાને કોર્ટે તમામ પુરાવા અને મેરીટને ધ્યાનમાં લઈ વકીલની દલીલને ધ્યાને લઈ તેમજ ફોરેન્સિક ડિપાર્ટમેંટ (હેન્ડ સઇટિંગ એક્સપર્સ્ટ ) ના રિપોર્ટ આધારે તેમજ સી.સી.ટી.વી. ફૂટેજ વગેરે ને ધ્યાનેમાં લઈને મોરબીના મહે. એડી.ચીફ. જ્યુડિ. મેજીસાહેબની કોર્ટે આખરી હુકમ કરી સી.આર.પી.સી. કલમ 156(3) ના મુજબ તમામ જવાબદાર વ્યક્તિજવાબદાર બેન્ક કર્મચારીતેમજ તપાસમાં જે જે ખૂલે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો જેથી હાલમાં ભોગ બનેલા ખેડૂતની એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ છે.

જેમાં મોરબીના લગધીરનગર ગામે રહેતા ભોગ બનેલા ખેડૂત પ્રભુભાઈ નથુભાઇ દેત્રોજા (68)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા (58) અને તેનો દીકરો વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા રહે. બંને 404 રત્નમ રેસિદંસીઆનંદીકેતન સ્કૂલ પાસેસેટેલાઈટ અમદાવાદ, ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસૂન્દ્રા (47) રહેરઘુવીર સોસાયટીનવા બસસ્ટેન્ડ સામેમોરબી, ડી.આર.વડાવીયા (બ્રાન્ચ મેનેજરઆર.ડી.સી. બેન્કગ્રામ્ય સખા મોરબી), અશોક લાભૂભાઇ મકવાણા (33) રહેવીસી ફાટકચાર ગોડાઉન પાસે મોરબી તેમજ અન્ય જવાબદાર બેન્ક કર્મચારી તથા તપાસમાં ખૂલે તે તમામ સામે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં ફરિયાદી જણાવ્યુ છે કેકનૈયાલાલ અને તેના દીકરાએ પૂર્વ આયોજિત કાવતરાથી ફરિયાદીની ખેતીની જમીનો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર મુકામે રેવન્યુ ખાતા નં. 1225 ના સર્વે નં. 252 પૈકીની હેકટર 1-29-98 આરે (12998-00) વાળી તથા રેવન્યુ ખાતા ન. 1019 ના સર્વે નં. 261 ની હે.0-74-41 આરે (7441-00) વાળીનો બદ ઇરાદે ફરિયાદીને નસાની હાલતમાં વિશ્વાસમાં લઈ દસ્તાવેજ કરાવી લઈ તેની અવેજ પેટે કોઈ રકમ આપેલ ન હતી અને ફરિયાદીની ધ્યાન બહાર તેઓના ખાતામાં અવેજ પેટેના પૈસા નાખી બેન્ક કર્મચારી અને મેનેજરની સાથે સાથ ગાઠ કરીને ફરિયાદીના બેન્ક ખાતાની ચેક બુક બેન્કના બ્રાન્ચ મેનેજર સહિતના આરોપીઓએ મેળવી લીધી હતી અને ફરિયાદીની ખોટી સહીઓ કરી તેના બેન્ક ખાતામાં ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસૂન્દ્રાના ખાતામાં આર.ટી.જી.એસ. મારફતે 1.14 કરોડ રૂપીયા ટ્રાન્સફર કર્યા હતા અને ફરિયાદીની સાથે ફ્રોડ- છેતરપિંડી કરેલ હતી અને આર્થિક તેમજ માનસિક નુકસાન કર્યું હતું જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News